Abtak Media Google News

હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ!!

વર્લ્ડ બેડમિંટનમાં મેન્સ સિંગલ્સમાં  સિલ્વર અપાવનાર ભારતનો ખેલાડી સૌપ્રથમ ખેલાડી બની ગયો હતો.

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપનું આયોજન સ્પેનમાં રમાઈ હતી. જેમાં મેન્સ સિંગલ્સમાં ફાઇનલ સુધી ભારતનો કદમબી શ્રીકાંત પહોંચ્યો હતો. જેમાં તેનો સિંગાપોરના લોહ કિન સામે પરાજય થયો હતો. કહેવાય છે કે હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ ત્યારે બેડમિન્ટનમાં હારીને પણ શ્રીકાંતે ભારતને સિલ્વર અપાવ્યો હતો.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શ્રીકાંત વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની મેન્સ સિંગલ્સમાં  સિલ્વર મેડલ જીતનારો ભારતનો સૌપ્રથમ ખેલાડી બની ગયો હતો. જ્યારે ભારતના લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

શ્રીકાંતે ફાઇનલ મેચમાં સિલ્વર મેડલ જીતવાની સાથે એક અલગ કર્યો છે અને તે ફાઈનલમાં સિલ્વર મેળવનાર ભારતનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે .  અગાઉ ભારતના ખેલાડી પ્રકાશ પદુકોણેએ ૧૯૮૩ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. તેના ૩૬  વર્ષ બાદ ભારતના સાઈ પ્રણિતે ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સનો બ્રોન્ઝ જીત્યો હતો. ત્યાર બાદ વર્ષ 2021માં કદંબી શ્રીકાંતે ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને ઇતિહાસ પણ રચ્યો હતો.સ્પેનમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની ફાઈનલમાં લોહે શ્રીકાંત સામે ૪૩ મિનિટના મુકાબલામાં જીત હાંસલ કરી હતી. પ્રથમ ગેમમાં શ્રીકાંતે એક તબક્કે ૯-૩થી સરસાઈ મેળવી હતી. જોકે લોહે જોરદાર કમબેક કરતાં ૨૧-૧૫થી માત્ર ૧૬ જ મિનિટમાં જીત હાંસલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.