Abtak Media Google News

વૃક્ષારોપણ કરનાર ટ્રસ્ટ અને સંસ્થાઓ પોતાના ખર્ચે ટ્રી ગાર્ડ લગાવે છે કે તોગાર્ડનશાખા વર્ષે ૫ હજાર ટ્રી ગાર્ડનું શું કરે છે? કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો વેધક સવાલ

પ્રામાણિકપણે ટેકસ ભરપાઈ કરી શહેરની વિકાસયાત્રામાં સહભાગી થતાં કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે મહાપાલિકા દ્વારા ગત ૮ એપ્રીલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૨૫ દિવસ દરમિયાન ૯૩,૦૦૦ જેટલા કરદાતાઓએ આ યોજનાનો લાભ લઈ મહાપાલિકાની તિજોરીમાં રૂ.૪૨ કરોડ ઠાલવી દીધા છે. આગામી ૩૧મી મે સુધી વેરામાં ૧૦ અને ૧૫ ટકા વળતર આપવામાં આવશે. જયારે જુન માસમાં આ વળતર ૫ અને ૧૦ ટકા જઈ થશે.

વેરા વળતર યોજના અંતર્ગત આજસુધીમાં ૯૩,૦૦૦ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરીમાં ૪૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને વિશેષ વળતર આપવામાં આવી રહ્યું હોય ૩૬ હજારથી વધુ સ્માર્ટ કરદાતાઓએ આંગળીના ટેરવે વેરો ભરપાઈ કરી વધુ વળતર પ્રાપ્ત કર્યું છે.

આગામી ૩૧મી મે સુધી વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે જો મહિલાઓનાં નામે મિલકત નોંધાયેલી હશે તો ૧૫ ટકા રીબેટ મળશે ત્યારબાદ જુન માસમાં આ વળતરની ટકાવારી અનુક્રમે ૫ અને ૧૦ ટકા થઈ જશે. ૩૦મી સપ્ટેમ્બર બાદ વેરો ભરનાર કરદાતા પાસેથી વાર્ષિક અઢી ટકા લેખે વ્યાજ પણ વસુલ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.