Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

સરકાર અને નાણા મંત્રાલય દ્વારા સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતુ હોય છે કે કરદાતા યોગ્ય સમયે તેમનો પર ફરતા રહે પરંતુ હાલના તબક્કે કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ કરદાતાઓ દ્વારા કરવામાં આવવો જોઇએ તે યોગ્ય સમયે થયો નથી સાથોસાથ અને કરદાતા પોતાનું રિટર્ન ભરવાનું પણ ચૂકી ગયા છે ત્યારે આ સ્થિતિમાં પરે રિટર્ન ભરી શકાય કે કેમ ? તે મુદ્દો સતત કરદાતાઓને ચિંતાતુર કરી રહ્યો છે.

આ સ્થિતિમાં કરદાતાઓએ એ જાણવું ખૂબ જરૂરી છે કે જો તેઓ નિર્ધારીત થયેલી તારીખ માં પોતાનું રિટર્ન ભરી શક્યા ન હોય તો પણ તેઓ અમુક પ્રવિધાનને ધ્યાને લય તેમનું લેટ રિટર્ન ફાઇલ કરી શકે છે. જેમાં તેઓએ લેટ ફી ભરવાની રહેતી હોય છે અને નિર્ધારીત થયેલી તારીખ માં રિટર્ન ભરી શકનાર કરદાતાઓએ ડેડલાઇન બાદના ત્રણ માસમાં પોતાના રિટર્ન ફાઇલ કરવાના રહેતા હોય છે જેને બીલેટેડ ઇન્કમટેક્સ રિટર્ન તરીકે ઓળખવામાં આવે છે. આ કિસ્સામાં જો કરદાતા નો રિટર્ન પાંચ લાખથી વધુ હોય તો તેઓએ પેનલ્ટી પેટે 5000 રૂપિયા ભરવા પડતા હોય છે

અથવા તો જ્યારે તેમનું રિટર્ન 1 લાખથી નીચેનું હોય તો તેઓએ પેનલ્ટી પેટે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડે છે અને આ દર્દ ભર્યા બાદ તેઓ ફરી તેમનું રીટન પણ ફાઇલ કરી શકે છે.

બીજી સૌથી મોટી વાત કરદાતાઓએ ધ્યાને લેવાની એ છે કે બીલેટેડ રિટર્ન ફાઇલિંગમાં તેઓ લોસ કેરીફોરવર્ડ કરી શકતા નથી, માત્ર ને માત્ર જ્યારે પ્રોપર્ટીમાં તેઓને નુકસાની આવી હોય તે સમયે જ તેવો લોસ કેરીફોરવર્ડ કરી શકે છે. અરે દરેક કરદાતા હોય તે વાત ધ્યાને લેવી અનિવાર્ય છે કે તેઓ તેમનું રિટર્ન ફાઇલિંગ બીલેટેડ તારીખમાં પણ કરી શકે છે, માત્રને માત્ર તેઓએ તેની પેનલ્ટી ભરવી પડશે.

 

લેટ ફી સાથે કરદાતા પોતાનું રિટર્ન ડેડલાઇન પૂર્ણ થયાના ત્રણ માસમાં ભરી શકે છે

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.