રાજકોટમાં બી.એસ.એન.એલ.ના નિવૃત્ત કર્મચારીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

 

અયોઘ્યા ચોકમાં નવી બનતી સાઇટના સ્ટોર રૂમમાં વૃઘ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત: કારણ અંગે તપાસ

 

અબતક, રાજકોટ

રાજકોટમાં ગળાફાંસો ખાઇ આપઘાતનો બે બનાવો પોલીસ ચોપડે પ્રકાશીત થયા છે જેમાં પ્રથમ બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતા અને બી.એસ.એન.એલ.માં ફરજ બજાવી ચુકેલા પ્રૌઢે ગઇકાલે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ છે. જયારે બીજા બનાવમાં અયોઘ્યા ચોકમાં નવી બનતી સાઇટના સ્ટોરરૂમમાં વૃઘ્ધે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આપઘાત પાછળના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં રેલનગરમાં અમૃત પાર્કમાં રહેતા રમેશભાઇ કાનજીભાઇ (ઉ.વ.પપ) નામના પ્રૌઢે ગઇકાલે પોતાના ઘરે રૂમમાં પંખામાં ટુવાલ બાંધી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ પાછળના કારણથી પરિવાર અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરીછે.

બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડપર અયોઘ્યા ચોક નજીક નવી બનતી રહેલી ધ વન વર્લ્ડ બિલ્ડીંગમાં પુત્રી સાથે રહેતા મખાભાઇ રાયસીંગભાઇ નામના 60 વર્ષીય વૃઘ્ધ અકાળ કારણથી સ્ટોર રુમમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

યુનિવસિટી પોલીસે જરૂરી કાગળો કરી કારણ જાણવા મથામણ કરી છે.