Abtak Media Google News

રોડ-શોના ૧૦ કિ.મી.ના રૂટ પર જડબેસલાક સુરક્ષા-વ્યવસ: ૩૦૦ અધિકારીઓને શિરે જવાબદારી લાઈવ ટેલીકાસ્ટ માટે ૪૦ કેમેરા ગોઠવાયા: ૪ એજન્સીઓને વ્યવસની કામગીરી સોંપાઈ

 રાજકોટની મુલાકાત દરમિયાન આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૦ કિ.મી.ના ભવ્ય રોડ-શો કરવાના છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૩ દિવસ મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં સાંજે વરસાદ ખાબકશે તો પણ વડાપ્રધાનનો રોડ-શો ચાલુ રહેશે. ૧૦ કિ.મી.ના રોડ-શો પર જડબેસલાક સુરક્ષા-વ્યવસ ગોઠવી દેવામાં આવી છે.

આજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કર્યા બાદ સાંજે ૭:૧૫ કલાકી આજી ડેમ ચોકડીી વડાપ્રધાનનો રોડ-શો ચાલુ શે જે વિવિધ રાજમાર્ગો પરી પસાર ઈ ૧૦ કિ.મી.નું અંતર કાપી એરપોર્ટ ખાતે પૂર્ણ શે. સાંજે રાજકોટમાં બારેમેઘ ખાંગા ાય તો પણ વડાપ્રધાનનો રોડ-શો ચાલુ રહે તેવી વ્યવસ ગોઠવવામાં આવી છે. જો કે ચાલુ વરસાદમાં રોડ-શો ચોકકસ ઈ શકે પરંતુ અપેક્ષીત માનવ મેદની એકઠી ન ાય. આજે સવારી જ રોડ-શોના ‚ટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ ગોઠવી દેવામાં આવી છે અને ખુણે-ખુણે ચેકિંગ હા ધરવામાં આવ્યું છે. રોડ-શો માટે ૩૦૦ જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ અલગ સ્ળોએ મુકવામાં આવેલી એલઈડી સ્ક્રીન પર રોડ-શોનું લાઈવ ટેલીકાસ્ટ કરી શકાય તે માટે ૪૦ી વધુ કેમેરા મુકવામાં આવ્યા છે. રોડ શો માટે સરકાર દ્વારા અલગ અલગ ૪ એજન્સીને વ્યવસની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સુરતમાં રોડ-શો યોજાયો હતો. જેમાં અકલ્પનીય જન શૈલાબ ઉમટી પડયો હતો. આજે રાજકોટમાં પણ વડાપ્રધાનના રોડ-શોમાં લાખો લોકો ઉમટી પડે તેવી શકયતા છે.

શહેર ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર ૧૦ કિ.મી.ના રોડ-શોમાં ૧૦ લાખી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. વડાપ્રધાનને આવકારવા માટે રોડ-શોના રૂટ પર અવિસ્મરણીય શણગાર કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસી આ શણગાર અને રોશની જોવા રાજકોટવાસીઓ જે રીતે રાત્રે ઉમટી પડે છે તે જોતા એવું લાગે છે કે આજે વડાપ્રધાનના રોડ-શોમાં જંગી માનવ મેદની ઉમટી પડશે. રોડશો નો રૂટ આજી ડેમ ચોકડી,અમૂલ ચોકડી,ચુનારાવાડ,ડિલક્ષ ચોક,પારેવડી ચોક,હોસ્પિટલ ચોક,ચૌધરી હાઈસ્કૂલ,બહુમાળી ચોક,જીલ્લાપંચાયત ચોક,કિશાનપરા ચોક,મેયર બંગલો, એરપોર્ટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.