Abtak Media Google News

પોરબંદર શહેરમાં સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં તરબુચ અને નાળીયેર બાદ હવે રાંધણ ગેસના બાટલા પર પણ મતદાન જાગૃતિના સ્ટીકરો લગાડવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નળક આવી રહી છે ત્યારે પોરબંદર શહેરના લોકોમાં મતદાન કરવાના વિશેષ્ા મહત્વ અંગે જાગૃતિ આવે તેવા હેતુસર સ્વેપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્રાા છે. જેમાં એક નવતર પ્રયોગમાં તરબુચ અને લીલા નાળીયેર જેવા ફળો પર મતદાન જાગૃતિ અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે સ્વેપ ટીમે રાંધણ ગેસના બાટલાની એજન્સીઓ અને બાટલાની ડીલેવરી કરતા રીક્ષાાચાલકો સાથે મળી મતદાન જાગૃતિ અંગે પ્રયાસ હાથ ધયર્ો હતો. જેમાં પહેલા મારો મત પડશે પછી જ ચૂલો સળગશે જેવા સ્ટીકરો રાંધણ ગેસના બાટલા પર લગાડવામાં આવ્યા છે. આ બાટલાઓ ઘરે-ઘરે પહોંચશે ત્યારે ગૃહીણીઓ સહીત લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવશે તેવી અપેક્ષાા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.