Abtak Media Google News

ગુજરાતમાં ગત વર્ષે મલેરિયાના ૩૭,૦૨૮ કેસો નોંધાયા

ગંદકી અને ભેજના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે જેના ભાગ‚પે મલેરિયા ઉત્પન્ન થાય છે ત્યારે મલેરિયા મુદ્દે ‘બિમાર’ રાજયોની યાદીમાં બિહાર કરતા પણ ગુજરાત આગળ રહ્યું છે. જોકે એન્ટી પેરાસિટ ઈન્સીડન્સ દ્વારા ૨૦૩૦ સુધીમાં દેશભરમાંથી સંપૂર્ણપણે મલેરિયા નાબુદ કરવાનો લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યો છે. મલેરિયાને કારણે સૌથી વધુ બિમાર રાજયોની યાદીમાં બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે તો ગુજરાત આ મામલે બિહાર કરતા પણ આગળ રહ્યું છે. એપીઆઈના સર્વે મુજબ દરેક એક હજારની જનસંખ્યાએ વેકટર બોન ડિસીઝના કેસો મળી આવ્યા છે.

વેકટર બોર્ન ડિસિઝ મતલબ એવી બિમારીયો જે માણસથી માણસ અને પશુથી પશુમાં પ્રવેશે છે, ચેપી છે. ગત વર્ષે ગુજરાતમાં સ્વાઈનફલુનો હાંહાકાર થયો હતો તો મલેરિયાએ પણ હેરાનગતિ કરી હતી તો કુલ ૩૭,૦૨૮ કેસો મલેરિયાના નોંધાયા હતા તો બિહારમાં ૨૯૭૭, મધ્યપ્રદેશમાં ૩૬,૨૪૨, રાજસ્થાનમાં ૬,૫૪૯ અને ઉતર પ્રદેશમાં ૩૧,૧૬૨ મલેરિયાના કેસો નોંધાયા હતા. આમ અન્ય રાજયો કરતા પણ બિમારી બાબતે ગુજરાત આગળ રહ્યું હતું. વર્ષ ૨૦૧૪માં મલેરિયા મામલે છતિસગઢમાં સૌથી વધુ કેસો નોંધાયા હતા તો બિહારમાં સૌથી ઓછા કેસો રહ્યા હતા. જયારે ૨૦૧૫માં ઓડિસા સૌથી વધુ તો બિહાર સૌથી ઓછી મલેરિયાગ્રસ્ત રાજયો હતા.

વર્ષ ૨૦૧૬માં પણ ઓડિસા પહેલા ક્રમે, છતીસગઢ બીજા ક્રમે તો ત્રીજા ક્રમે ઝારખંડ રહ્યું હતું. જયારે ગત વર્ષે ૨૦૧૭માં ગુજરાત મલેરિયા મામલે ચોથા ક્રમે રહ્યું હતું. નોંધનીય છે કે વર્લ્ડ મલેરિયા રિપોર્ટ પ્રમાણે ભારત ૮૯ ટકા મલેરિયાગ્રસ્ત રહ્યું હતું ત્યારે યુરિયન હેલ્થ મિનિસ્ટ્રી પણ દેશભરમાંથી સંપૂર્ણપણે મલેરિયાથી નિજાત મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ દેશભરમાં ૧૫ ટકા મલેરિયાનું પ્રમાણ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.