Abtak Media Google News

53 વર્ષીય સિંગર કૃષ્ણકુમાર કુન્નત કોન્સર્ટમાં તેનું મનગમતું છેલ્લું ગીત પણ ન ગાઈ શક્યા

હાલ ભારતની સંગીત દુનિયાને એક પછી એક મટકા પડી રહ્યા છે ત્યારે કલકત્તા ખાતે કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નતનું હાર્ટ અટેક દ્વારા મોત નીપજ્યું હતું અને તેઓ કાર્યક્રમમાં તેનું મનગમતું છેલ્લું ગીત પણ ગાઇ શક્યા ન હતા. તેમના મૃત્યુ બાદ જે રિપોર્ટ સામે આવ્યો તેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેની ક્ષમતા કરતાં ત્રણ ગણું વધુ પબ્લિક એકઠું થયું હતું અને અદ્યતન સ્પોટલાઈટ સિંગર સામે જ હોવાથી ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું હતું જે અસહ્ય બનતા ગાયક કૃષ્ણકુમાર ને ઘણી શારીરિક તકલીફ થવા લાગી હતી.

એટલું જ નહીં કૃષ્ણકુમાર કુન્નતે અનેક વખત ડ્રોન ઉડાડનાર વ્યક્તિને તેના ઉપર ડ્રોન ઉડાડવા કહ્યું હતું કે સખત ગરમીના કારણે તે પરસેવે રેપઝેબ થઈ ગયા હતા. તેઓ જે કુલ 20 ગીતો ગાવાના હતા તે પૈકી માત્ર અને માત્ર ઓગણીસ જ જાણી શક્યા હતા અને તેનું છેલ્લું ગીત કે જે તે દર કોન્સર્ટમાં ગાતા હોય તે ગાય શક્યા ન હતા.
તારે હવે ગાયક કલાકારો ઉપર જે ઝાકઝમાટ લાઈટો રાખવામાં આવતી હોય છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને તે બાળકોના સ્વાસ્થ્ય ઉપર સીધી જ અસર પહોંચાડે છે. બીજી તરફ હાલ ગાયક કલાકારો ઉપર તણાવનું કારણ પણ ખૂબ જ વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.