Abtak Media Google News

મિરર વર્ક એટલે આભલા વર્ક અથવા હિન્દીમાં એને શીશા વર્ક કહેવામાં આવે છે

મિરર વર્ક એટલે આભલા વર્ક અથવા હિન્દીમાં એને શીશા વર્ક કહેવામાં આવે છે. મિરર વર્ક અલગ-અલગ ફેબ્રિક પર કરવામાં આવે છે; જેમ કે કોટન, સિલ્ક, રેયોન, શિફોન કે જ્યોર્જેટ. મિરર વર્ક ટ્રેડિશનલ લુક આપે છે અને ટ્રેડિશનલ ઘણા ઓછા જણ પહેરવાનું પ્રિફર કરે છે અથવા તો માત્ર ટ્રેડિશનલ ફંક્શનમાં જ પહેરે છે. આભલાંના જુદા-જુદા શેપ આવે છે. ડિઝાઇન પ્રમાણે અલગ-અલગ શેપ યુઝ કરવામાં આવે છે. આભલાને દરેક બાજુથી હાથેથી સિલાઈ કરવામાં આવે છે. હેન્ડવર્ક હોવાથી ટાઇમ પણ લાગે છે અને મિરર વર્કનાં કપડાં કે વસ્તુ થોડી મોંઘી પણ હોય છે. મિરર વર્કમાંથી ડ્રેસ, કુરતા, ઓન્લી દુપટ્ટા, જેકેટ, શોર્ટ્સ, બેડશીટ્સ, પર્સ વગેરે બને છે. જો મિરર વર્ક ન પહેરવું હોય તો બીજો ઑપ્શન છે ટીકલી વર્ક, જે આમ તો વાઇટ કલરનું પ્લાસ્ટિક છે જેમાં ઇમેજ  દેખાય. પરંતુ પ્લાસ્ટિકનું હોવાને કારણે એમાં વજન થતું નથી અને દૂરથી આભલા વર્ક જેવું જ લાગે છે.

ડ્રેસ : ડ્રેસિસમાં મિરર વર્ક ખૂબ જ કોમન છે. મિરર વર્ક જો ડ્રેસમાં કરાવવું હોય તો સારી  ક્વોલિટીના કોટનનો ઉપયોગ કરવો પડે છે. ડ્રેસિસમાં મિરર વર્ક કરવાના બે ઑપ્શન છે. એક, ડ્રેસનું જે ફેબ્રિક હોય એના પર જ સીધું કામ આવે અને બીજો ઑપ્શન એટલે ડ્રેસ પર ટાબલું મૂકવામાં આવે. ટાબલું એટલે કોઈ પણ એક ફેબ્રિક પર વર્ક કરીને એને મેઇન ફેબ્રિક પર સીવવામાં આવે. મિરર વર્ક માટે ઘણી સ્ટાઇલ યુઝ કરવામાં આવે છે; જેમ કે મિરરને સેલ્ફ-ટુ-સેલ્ફ સીવવામાં આવે છે. એટલે કે જે કલરનું ડ્રેસનું ફેબ્રિક હોય એના પર એ જ કલરના દોરાથી મિરરને સીવવામાં આવે છે અથવા કોન્ટ્રાસ્ટ કલરથી. જેમ કે જો રેડ કલરનો ડ્રેસ હોય તો મિરરને યલો અથવા ગ્રીન કલરથી સીવવામાં આવે છે અને એની આજુબાજુ ઉઠાવ માટે વાઇટ કલરનાં ઝીણાં મોતીથી ડેકોરેટ કરવામાં આવે છે. મિરર વર્ક બાંધણીના ડ્રેસ પર વધારે સારું લાગે છે અથવા તો છીંટ ફેબ્રિક પર પણ કરાવી શકાય. મિરર વર્ક મોટે ભાગે ડ્રેસમાં નેકલાઇનમાં અને ઘેરામાં બોર્ડર તરીકે હોય છે. ઘણી વખત ઑલ ઓવર પેટર્નમાં પણ હોય છે.

કુરતી : જ્યારે કુરતીમાં મિરર વર્ક હોય છે ત્યારે મિરર વર્કને ખાસ સ્ટાઇલિંગ આપવામાં આવે છે, જેથી કુરતી ઊઠીને આવે અને માત્ર લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પહેરી હોય તો સારી લાગે. કુરતીમાં મિરર વર્ક ચાઇનીઝ કોલરમાં અને કુરતા પટ્ટીમાં કરવામાં આવે છે અથવા તો ક્લોઝ નેક આપી એમાં રાઉન્ડ શેપમાં મિરર વર્કનો ૪ કે ૬ ઇંચનો પટ્ટો  મૂકવામાં આવે છે અથવા તો સ્લીવ્સ હાઇલાઇટ કરવામાં આવે છે, જેમ કે સ્લીવ્સમાં માત્ર મિરર વર્ક જ કરવામાં આવે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો બેકમાં મિરર વર્કનો મોટો બુટ્ટો કરાવી શકાય. કુરતીમાં મિરર વર્ક હંમેશાં બ્રાઇટ કલરમાં થાય છે,  જેમ કે બ્લેક કલરના ફેબ્રિક પર મલ્ટિકલર કરી શકાય. રેડ કલરના ફેબ્રિક પર ગ્રીન-યલો અથવા તો બેજ કલરના ફેબ્રિક પર બ્લેક અને મરૂનથી મિરર વર્ક કરવું. ઓન્લી દુપટ્ટા : ઓન્લી દુપટ્ટા એટલે માત્ર દુપટ્ટામાં વર્ક હોય. દુપટ્ટામાં મિરર વર્ક કરાવવા માટે બાંધણી કે લહેરિયાનો દુપટ્ટો પસંદ કરવો. બાંધણી અને લહેરિયાના દુપટ્ટા પર મિરર વર્ક ખૂબ જ સુંદર લાગે છે. કંઈક અલગ ટ્રાય કરવા માટે વાઇટ શિફોન દુપટ્ટા પર મિરર વર્ક વાઇટ થ્રેડથી જ કરવું અને વાઇટ ડ્રેસ સાથે દુપટ્ટો પહેરવો. સમર વેઅર તરીકે એક અલગ લુક મળશે. કોઈ પેસ્ટલ શેડના દુપટ્ટા પર કોન્ટ્રાસ્ટ કલરના થ્રેડથી મિરર વર્ક કરાવી શકાય. આવા દુપટ્ટા પ્લેન ડ્રેસ સાથે વધારે સારા લાગે છે જેના પર દુપટ્ટાનો ઉઠાવ આવે અથવા તો આવા દુપટ્ટા ડેનિમ પર પ્લેન કુરતી પહેરી એની સાથે મિક્સ ઍન્ડ મેચ કરી પહેરી શકાય અથવા તો જેગિંગ્સ સાથે ટોપ પહેરી દુપટ્ટાને અલગ રીતે ડ્રેપ કરવો.

જેકેટ/શોર્ટ્સ : મિરર વર્કનાં જેકેટ ખૂબ જ પ્રચલિત છે. મિરર વર્કનાં જેકેટ યુવક અને યુવતી બન્ને પહેરી શકે. યુવકો મોટે ભાગે નવરાત્રિમાં પહેરે છે, પરંતુ યુવતીઓ માટે ઘણા ઑપ્શન છે. મિરર જેકેટમાં લેન્ગ્થના ઘણા ઑપ્શન હોય છે; જેમ કે શ્રગ-લેન્ગ્થ એટલે કે બિલો બસ્ટ-લેન્ગ્થ, વેસ્ટ-લેન્ગ્થ, હિપ-લેન્ગ્થ વગેરે. મિરર વર્કવાળું શ્રગ લો-વેસ્ટ ડેનિમ સાથે, બ્રાઇટ કલરના ટોપ સાથે પહેરી શકાય. હાથમાં કલરફુલ બેન્ગલ  પહેરી એક ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકાય. વેસ્ટ-લેન્ગ્થ મિરર જેકેટ કુરતી સાથે પહેરી શકાય. જેકેટ મોટે ભાગે બ્રાઇટ કલરમાં જ આવે છે, જેથી એ કોઈ પણ લાઇટ કલરના ડ્રેસ સાથે સારું લાગે છે. વેસ્ટ-લેન્ગ્થ જેકેટ એ-લાઇન અથવા ઘેરાવાળા સ્કર્ટ સાથે સારું લાગી શકે. એની સાથે લોન્ગ નેકલેસ પહેરી શકાય અને હાથમાં ઑક્સોડાઇઝ્ડ બેન્ગલ્સ અને કમર પર ઑક્સોડાઇઝ્ડ બ્રોડ બેલ્ટ. હિપ-લેન્ગ્થ જેકેટ લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે પેહરી શકાય અથવા પટિયાલા કે ધોતી સાથે પહેરી શકાય.

જો તમે પાતળાં હો તો ફ્લોર-લેન્ગ્થ ગાઉન  સાથે શ્રગ સ્ટાઇલનું મિરર વર્ક જેકેટ પહેરી શકો. મિરર વર્કની શોર્ટ્સ બહુ ઓછા પહેરવાનું પસંદ કરે છે. પરંતુ જો પહેરી હોય તો બહુ સ્માર્ટ લાગે છે. મિરર વર્કની શોર્ટ્સ પર પ્લેન બ્લેક કે રેડ શર્ટ પહેરી શકાય.

મિરર વર્કની બેડશીટ્સ ખૂબ જ સુંદર લાગે છે. માત્ર એના પર સુવાતું નથી, કારણ કે વર્કના હિસાબે એ થોડી વાગે છે. એ માત્ર કોટન ચાદરની ઉપર જ ડેકોરેટિવ લાગે એ માટે પાથરવામાં આવે છે.

મિરર વર્કના ટેબલક્લોથ થોડો ટ્રેડિશનલ લુક આપે છે, પરંતુ પાથર્યા પછી કંઈક અલગ લુક આપે છે.મિરર વર્કની સ્લિંગ બેગ ખૂબ જ ફેશનમાં છે. કુરતી, ડેનિમ, ડ્રેસ બધા જ પર સારી લાગે છે અથવા મિરર વકવાળું પર્સ તમે કોટન સાડી કે ડ્રેસ સાથે કેરી કરી શકો. ડેનિમ સાથે વેસ્ટ-લેન્ગ્થ જેકેટ અને એની સાથે મિરર વર્કવાળી મોજડી પહેરી શકાય.જો તમને ઘર સજાવવાનો શોખ હોય અને ઘરે પાર્ટી હોય તો મિરર વર્કવાળો લેમ્પશેડ લગાડી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.