Abtak Media Google News

મહાપર્વના અંતિમ પ્રભાતે મિચ્છામી દુકકડમના નાદ સાથે ગુંજી ઉઠયો ડુંગર દરબાર

પારિવારિક પ્રેમ મહોત્સવ દરમિયાન ઘરનાં વડીલોએ દરેક નાના સભ્યને ચરણસ્પર્શ કરી માફી માંગતા સર્જાયા સંવેદનશીલ દ્રશ્યો

ઇતિહાસના પાના પર અનેક આત્માઓને મુમુક્ષુ અને મોક્ષાર્થીની સ્ટેમ્પ મારનાર એવા સવંત્સરી મહાપર્વની ક્ષણોમાં ભાવિકોને દુ:ખ આપનારને ઉપકારી ગણવાને અમૂલ્ય બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ેફરમાવ્યું હતું કે, “ગૌશાલકેપ્રભુને હેરાન કર્યા હતા એવું જગત માને છે પરંતુ પ્રભુ એવું માને કે ગૌશાલકેપ્રભુને પ્રભુ બનવામાં સહાય કરી છે. ગોવાળિયાએપ્રભુના કાનમાં ખીલ્લા નહોતા માર્યા પરંતુ કર્મો પર હથોડા મારી ક્ષય કર્યા હતા. માટે, હંમેશા દુ:ખ દેનારો ઉપકારી હોય છે અને એટલે સવંત્સરી એમને યાદ કરવાનો દિવસ છે.

ગત્ત વર્ષમાં જેની સાથે પ્રોબ્લેમ થયા હોય,તેવી વ્યક્તિને યાદ કરાવીને સમજાવ્યું હતું કે, જેમને પરમાત્મા સાથે ૂજ્ઞિક્ષલ કર્યું હોય, પરમાત્મા એમને શિલવિં માનતા હોય. આજે જે ભજ્ઞક્ષરયતત કરે છે તો પ્રભુ સાથે ભજ્ઞક્ષક્ષયભિં થાય છે. જેના દિલનાં દરવાજામાં કોઈ એક માટે પણ નો એન્ટ્રીનું બોર્ડ હોય. પરમાત્મા ત્યાં નથી એન્ટ્રી થતાં. જે દુ:ખ આવે તે આપણા કર્મોને કારણે આવે છે. જગત જ્યારે એવું માને છે કે બધું યાદ રહે તે જ્ઞાની અને ભૂલી જાય તે અજ્ઞાની પરંતુ પરમાત્મા કહે છે કે જે ભૂલી જાય તે જ્ઞાની હોય છે અને ભૂલોને યાદ રાખે તે અજ્ઞાની. તસ્સમિચ્છામિદુક્કડમના મંત્રને જૈન ધર્મની જગતને આપેલું સૌથી બેસ્ટગિફ્ટગણાવીને પૂજ્ય ગુરુદેવએ આજે સર્વે ભાવિકોને અહંકાર મુક્ત થઈને પોતાનાથી નાનાઓને સામેથી ખમાવવા જવાની પ્રેરણા કરી હતી. પર્યુષણના અંતિમ દિવસેસંઘપતિ બનીને સર્વને ધર્મ આરાધનાની અનુમોદનાનો લાભ લેનાર માતુશ્રી મૃદુલાબેન નવનીતભાઈ સંઘવી પરિવારના  શૈલેષભાઈ સંઘવી અને હિરેનભાઈ સંઘવીએઅહોભાવપૂર્વકરાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીને પોથી વહોરાવીને ધન્યતાં અનુભવી હતી.

Every Suffering Beneficiary: Pn Namramuni
Every Suffering Beneficiary: PN NamraMuni

ચાતુર્માસ હોય કે પર્યુષણ, સેવામાં અગ્રેસર રહેનાર પારસધામસંકુલના સર્વ કમિટી મેમ્બર્સે પૂજ્ય ગુરુદેવશ્રીનેઅહોભાવપૂર્વકવંદના કરીને આભાર અભિવ્યક્તિ કરી હતી. ન માત્ર પ્રવચન પરંતુ પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા એટલે કે પારિવારિક પ્રેમ મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા પામી સાથે બેઠેલાં પરિવારજનોએ એકબીજા માટે થયેલ દુર્વ્યવહાર અને ભૂલો માટે રડતી આંખે અને શુધ્ધ થયેલાંહ્રદય વડે ક્ષમા યાચના કરી હતી. પરિવારના વડીલોએ પોતાનાથી નાના દરેક સદસ્યોનો ચરણસ્પર્શ કરીને માફી માંગતા એક અવિસ્મરણીય અને અદ્દભુત ક્ષણનું સર્જન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.