Abtak Media Google News

કોરોના સામેનો જંગ બહુપક્ષીય લડવા તંત્ર સજ્જ

મહાપાલિકા કક્ષાએ ખાસ આસી. કમિશનરને કામગીરી સોંપાશે

અધિક મુખ્ય સચિવ પંકજકુમાર હાલ જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગરમાં વધતા કોરોના સંક્રમણની સામે લડત આપવા અધિક મુખ્ય સચિવએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજી આગામી દિવસોમાં કોરોના સામેની લડત માટેની કામગીરી અંગે વિગતવાર આયોજન કર્યું છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જામનગર ગ્રામીણ વિસ્તારના સાપેક્ષમાં ખૂબ વધુ કેસ જોવા મળ્યા છે ત્યારે અધિક મુખ્ય સચિવએ મહાનગરપાલિકા સાથેની બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આઈ.ઇ.સી. એક્ટિવિટી, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્ધટેનમેન્ટ ઝોન, સર્વેલન્સ વગેરેની કામગીરી માટે ડિટેલપ્લાનિંગ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, જામનગરમાં કોરોના સામેની લડાઈમાં દરેક યુ.એચ.સીમાં વર્ ગ-૧ સમકક્ષ નાયબ કલેકટરની નિમણૂક કરવામાં આવી છે જેના દ્વારા તે વિસ્તાર અંતર્ગતની કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ અને તે વિસ્તારના લોકોમાં ધન્વન્તરી રથ દ્વારા આરોગ્યની સેવાઓ બાબતો પર સીધી  દેખરેખ રાખવામાં આવશે.

Advertisement

હાલમાં જામનગર શહેરમાં ૨૦ ધન્વન્તરી રથ કાર્યરત છે તેના સ્થાને વધુ ૧૨ નવા ધનવંતરી રથ કાર્યરત કરી શહેરમાં કુલ ૩૨ ધન્વન્તરી રથ લોકોની સેવા અર્થે સતત કાર્યરત રહેશે. શહેરની તમામ વસ્તીને તમામ પ્રકારનું હેલ્થ ચેકઅપ, સ્ક્રિનિંગની સુવિધાઓ પણ ધનવંતરી રથ દ્વારા કરવામાં આવશે,જેમાં સારી(સિવિયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ), શરદી-ખાંસી, તાવના સિમ્ટેમેટિક દર્દીઓ વગેરેના સ્ક્રિનિંગ પણ કરાશે.

આ સાથે જામનગરમાં સંજીવનીરથનો પ્રારંભ પણ કરવામાં આવશે, જેની સાથે ૧૦૪ નં.ની આરોગ્ય સેવા માટે મેડિકલ ઓફિસર સહિતની એક ડેડીકેટેડ ટીમ સતત કાર્યરત રાખવામાં આવશે, જેઓ રાજ્યના ૧૦૪નંબરના કંટ્રોલરૂમ સાથે સીધા સંપર્કમાં રહી લોકોને તાવ, શરદી વગેરેની ફોન કોલ સેવાઓ પણ આપશે અને ૧૦૪ દ્વારા આ સેવા નાગરિકોને ઘરઆંગણે મળી શકશે.

કોર્પોરેશનના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવએ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં ઉમેર્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણ માટે અટકાયતી તેમજ સારવારલક્ષી કામગીરીને સર્વે કામગીરીમાં સર્વોપરી-ટોચ અગ્રતા આપવામાં આવશે. રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રોજબરોજની કોરોના અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આયુર્વેદ યુનિવર્સિટીમાંથી આઇ.પી.જી.ટી વિભાગના ૫૦ મેડિકલ ઓફિસરો કોર્પોરેશન માટે ફાળવવામાં આવ્યા છે જે કોરોના સંબંધિત વિશેષ સેવાઓ આપશે. મહાનગરપાલિકાને કોવિડ માટે આવશ્યક દવા અને અન્ય લોજિસ્ટિક પણ તાત્કાલિક મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશન કક્ષાએ ખાસ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક કરવામાં આવી છે તેમજ ત્રણ મામલતદારની નિમણૂક સાથે શહેરમાં કોરોના સામેની લડાઈ પૂરજોશમાં લડવામાં આવશે.

Img 20200905 Wa0025

મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહિનામાં ૨વાર દરેક વિસ્તારમાં હોમ ટુ હોમ સર્વે કરવામાં આવશે,આ સર્વે સરળ અને અસરકારક બનાવવા માટે પ્રથમ સપ્તાહમાં વલ્નરેબલ એટલે કે કેન્સર, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, હાઇપરટેંશન વગેરે જેવા રોગથી પીડાઇ રહેલા લોકોનું પ્રથમ અઠવાડિયામાં સ્ક્રીનીંગ કરવામાં આવશે, ત્યારબાદ બીજા અઠવાડિયામાં નોન વલ્નરેબલ-સામાન્ય લોકોનું પણ ચેકઅપ કરવામાં આવશે, આમ ૧૫ દિવસમાં દરેક વિસ્તારના સર્વેલન્સ સાથે જામનગર શહેરની તમામ જનતાની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ આયુષ મંત્રાલયના ગુજરાત રાજ્ય નિયામકને પણ શહેરના લોકો માટે ઉકાળા વિતરણ, આર્સેનિક આલ્બમ દવા અને શમશમની વટીના વિતરણ તેમજ આયુષ મં ત્રાલયના સૂચનોથી લોકોને વધુ જાગૃત કરવા માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે.

કોરોના સામેની આ લડતમાં હવે માસ્ક, સોશિયલ ડિસ્ટંસની કડકાઈથી અમલવારી કરવામાં આવશે, આ વેશે ખૂબજ અસરકારક મોનીટરીંગ કરવામાં આવશે. લારી-ગલ્લા કે દુકાન ઉપર જો ભીડ દેખાશે તો પોલીસ અને એસ.ડી.એમના સંયુક્ત નિર્ણય દ્વારા આવા એકમોને સીલ પણ કરવામાં આવશે તેની લોકો ખાસ નોંધ લે. જામનગર શહેરમાં અનેક એસિમ્ટોમેટીક અને માઇલ્ડ સિમ્ટોમેટીક દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહ્યા છે ત્યારે હોમા આઇસોલેશનમાં રહેલ દરેક વ્યક્તિની ચોકસાઇપૂર્વકની ચકાસણી થાય તે માટે દરેક યુ.એચ.સી.વિસ્તારમાં એક મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવશે જેઓ હોમ આઇસોલેટ વ્યક્તિઓનું રેગ્યુલર ચેકઅપ કરશે. આ સપ્ટેમ્બર માસ કોરોનાની બાબતમાં ખૂબ જ પ્રેક્ટિકલ છે, ત્યારે આ નિર્ણય સાથે લોકોની જાગૃતિ પણ અતિ આવશ્યક છે, કોમોર્બિડ કન્ડિશન એટલે કે નાના બાળકો, સગર્ભાઓ, સિનિયર સિટીઝન વ્યક્તિઓ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા લોકોએ ખાસ ઘરમાં રહેવું, અતિઆવશ્યક સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવું. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું, હાથને થોડા-થોડા સમયાંતરે સાબુ અને પાણી દ્વારા ધોઈ સ્વચ્છ કરવા  જેવા નિયમોનું લોકો ખાસ પાલન કરે.  આ નિયમોના પાલન દ્વારા જ આ કોરોનાની લડાઈ જીતી શકાશે. દરેક નાગરિકો પોતાની જાત માટે જાગૃત થઈ પોતાના પરિવારની કાળજી રાખી અને કોરોના સામેની લડાઇ  લડશે તો જ આ સંક્રમણની સાંકળને આપણે તોડી શકીશુ અને જામનગરને ફરીથી સલામત જામનગર બનાવી શકીશું તેમ કમિશનર સતીષ પટેલે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.