Abtak Media Google News

સ્ક્લ્પચર નિર્માણનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે: રૂ.7.63 કરોડના પ્રોજેકટનો 95%થી વધુ ફિઝીકલ પ્રોગેસ: ફૂડકોર્ટ, એમ્ફીથીયેટર, તળાવ 1-2, પાથ-વે, રામસેતુ, રાશીવન, ગઝેબો, બાળ ક્રીડાંગણનું કામ 60 થી 97%ટકા પૂર્ણ: ફાઈનલ ટચીંગ બાદ બંને તળાવો ભરાશે

Untitled 1 129

રાજકોટવાસીઓને એક શ્રેષ્ઠ ફરવા લાયક સ્થળ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના આજી ડેમ નજીક અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ‘રામવન’ નામ આપવામાં આવ્યું છે. આ રામવનને આવતા મહિને શહેરીજનો માટે ખૂલ્લી મૂકી દેવામાં આવે તેવીપ્રબળ સંભાવના જણાય રહી છે.

Untitled 1 132

કુલ રૂ. 7.63 કરોડના રામવન પ્રોજેકટમાં હાલ 95 ટકા કામગીરી પૂર્ણ થ, જવા પામી છે. ફૂડ કોર્ટ, એમ્ફી થીયેટર, છેલ્લો ગેઈટ, તળાવ-1 અને તળાવ-2, ઓફિસ, કમ્પાઉન્ડ વોલ, પાથ વે, રામસેતુ, રાશીવન, 6 ગઝલો, સોલાર લાઈટ, બાળ ક્રિડાંગણ અને ટોપલેટનું કામ 60 થી 97 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. જે કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ ફાઈનલ સફાઈ અને ટચીંગ બાદ તળાવને ભરવાનું કામ શરૂ કરવામાં આવશે.

Untitled 1 130

રામવનમાં 1.61 કરોડના ખર્ચ અલગ અલગ સ્થળોએ ભગવાન શ્રક્ષ રામના જીવન કવનને આવરી લેતા સ્કલ્પચર મૂકવામાં આવનાર છે જેમાં ધનુષ્યબાણ સાથેનો મુખ્ય દરવાજો, ભગવાન શ્રી રામ, રામ અને કેવટ, રામ, સીતા અને લક્ષ્મણ, જટાયું દ્વાર, રામ-લક્ષ્મણ-શબરી, ચાખડી, રામ-સુગ્રીવ,-જામવન, રામસેતુ પાસે વાનર સેના, સંજીવની પહાડ સાથે હનુમાનજી, રામ રાજયાભિષેક, વનવાસ પથ, સોફા ટાઈટ વેન્ચીસ, સાદી બેંચ, રેલીંગ, આર્ટ ગઝેલો, સાદો ગઝેલો, લાકડી જેવો પૂલ, દીવાલ પર કલેડીંગ,ગ કરતા પુતળા, પાથ પાસે મ્યુરલ કામ, રામ સિતા વનવાસ અને લોખંડના દરવાજાનું કામ પણ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે.

Untitled 1 131

અર્બન ફોરેસ્ટ ‘રામવન’માં હવે લાઈટીંગ સિવાયની મોટાભાગની કામગીરી 95 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. ટુક સમયમાં લાઈટીંગનું કામ પણ શરૂ કરવામાં આવશે. આવતા મહિને 15 જૂન આસપાસ રામવનનું લોકાર્પણ કરવાની વિચારણા ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.