Abtak Media Google News

પાણીના બગાડ માટે કડક કાયદો આવશે. પાણીનો વધુ ઉપાડ-બગાડ અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ઘર વપરાશ પાણી પુરવઠા સૌરક્ષણ વિધેયક લવાશે. જેમા વિતરણ વ્યવસ્થાને નુકસાન કરનારને 2 વર્ષની કેદની જોગવાઈ પણ કરવામાં આવશે. પાણી બગાડ કરનારને રૂ.1 લાખના દંડની જોગવાઈ પણ હશે.

હેતુ ફેર પાણી ઉપયોગ કરનારને રૂ.20 હજારનો દંડ, ગેરકાયદે જોડાણ લેનારને રૂ.3થી 20 હજારનો દંડ, બલ્ક પાઈપ લાઈનમાં જોડણ લેનારને રૂ.5 હજારથી રૂ.1 લાખ સુધીનો દંડની જોગવાઇ હશે.

ગેરકાયદે જોડાણ લેનારને 3થી લઈને 5 વર્ષ સુધીની સજા હશે. આ બિલ વર્તમાન સત્રના છેલ્લા દિવસમાં ગૃહમાં રજૂ થશે. આ સાથે જ રાજ્યમાં વોટર એપેલેટ ઓથોરિટીની રચના પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.