મહામારીને વિસરી ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી, રાત્રે ફટાકડા અને રાસ-ગરબાની રમઝટ જામી…..

અબતક-રાજકોટ

હિન્દુ ધર્મનું પાવન પર્વ ‘મકર સંક્રાંતિ’ના તહેવારને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોએ કોરોના મહામારીના માર વચ્ચે પણ મનભરીને માણ્યો હતો અને આ તહેવારને લોકો શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક બે દિવસ ઉજવણી કરી શકે તેવા ભાવથી જ કદાચ સરકાર દ્વારા પણ આ વાસી ઉત્તરાયણની જાહેર રજા જાહેર કરી લોકોના આનંદમાં વધારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

વાતાવરણ અને પવન સારો રહેતા પતંગ રસીકોમાં છવાયો અનેરો ઉત્સાહ: 

ખાસ કરીને જોઇએ તો સૌરાષ્ટ્ર જ આ તહેવારને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને ખીહર આમ ત્રણ નામોની સંબોધવામાં આવે છે જ્યારે ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઉત્તરાયણ અને બીજે દિવસે એટલે કે આજે તેને વાસી ઉત્તરાયણ તરીકેની ઉજવણી કરવામાં આવે છે.

જો કે સમગ્ર સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને રાજકોટવાસીઓએ મકર સંક્રાંતિના પર્વને ગઇકાલે મનભરીને માણ્યો હતો. દર વર્ષ વહેલી સવારથી જ ધાબા પર ડી.જે.ના ભડાકેદાર ઘોંઘાટ વચ્ચે કયાંક ક્યાંક જુની ફિલ્મો ગીતો સાંભળવા મળે તો ક્યાંક ક્યાંક પાશ્ર્ચત્ય ગીતો અને તેના સંગીતના સથવારે લોકો ડિસ્કો કરતા-કરતા પતંગ ચગાવવાની તૈયારીઓ કરતા નજરે પડતા હોય પરંતુ આ વર્ષે તેમાં જાણે કે ઓટ આવી હોય તેમ સરકારની ગાઇડનું પાલન ક્યાંક જોવા મળતું હતું તો ક્યાંક તેનો ઉલાળીયો કરી અને લોકો ઉત્તરાયણની મોજ માણવામાં મશગુલ બન્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક મંત્રીઓ, સેલીબ્રીટીઓએ પરિવાર સાથે પતંગ ચગાવી કરી મકર સંક્રાંતિની ઉજવણી

ગઇકાલે મકર સંક્રાંતિના તહેવારની ઉજવણીમાં તુક્કલનો દુષ્કાળ પડ્યો હોય તેવું લાગ્યા વીના રહે નહીં તેવું પણ વાતાવરણ સર્જાયું હતું. છતાં શહેરની મધ્યમાં અને શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટના ધાબા ઉપર એ….કાપ્યો છે નો અવાજ તો સાંભળવા મળતો જ હતો, આમ જોઇએ તો રાજકોટવાસીઓ ગમે તે પરિસ્થિતિમાં કોઇપણ ઉત્સવને મન ભરી માણવામાં માનતો હોય ધાબાઓ પણ અમુક જગ્યાએ ડી.જે.ના અવાજમાં અને પતંગ રસીઓના દેકારા વચ્ચે જાણે કે ઘેરાઇ ગયા હોય તેવું વાતાવરણ પણ નજરે પડતું હતું.

ધાબા ઉપર એ….કાયપો છે ના નાદ સાથે ઉંધીયાની જયાફત ઉડી

મકર સંક્રાંતિના આ મહાપર્વમાં ખાસ કરીને ‘ઉંધીયા’નું મહત્વ રહેલું છે. જેથી શહેરના રાજમાર્ગો સહિત શેરી-ગલીઓમાં પણ ટેબલ ખડકી ઉંધીયુ વેચનારાઓને ત્યાં પણ ભારે ભીડ જોવા મળતી હતી. સાથે સાથે પતંગ-દોરાના માંડવા, દુકાનો પણ ગ્રાહકોથી ઉભરાઇ રહ્યા હતાં.

ઉત્તરાયણના તહેવારે ધાબા પર બેસી સૂર્ય નારાયણના ધીમો તાપ લેતા ઉંધીયુ આરોગવાની મજા કંઇક અનોખી છે. આમ જોઇએ તો સામાન્ય લોકો એટલે કે પતંગ રસીઓથી લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઇ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના અનેક મંત્રીઓ, ધારાસભ્યો, કલાકારો અને સેલીબ્રીટીઓએ પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

જો કે ગઇકાલે સારો પવને લોકોના આનંદમાં વધારો કર્યો હતો, સારા પવનના કારણે પતંગ ચગાવવાનો આનંદ પણ પતંગ રસીઆઓમાં જોવા મળતો હતો સાથે જાણે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પરંપરા હોય તેમ દિવસે ધાબા પર પતંગ ચગાવવો, ડી.જે.ના ઘોંઘાટના આનંદ સાથે રાત્રે રાસ-ગરબા અને ફટાકડાની ધૂમ પણ રાજકોટમાં ગઇકાલે જોવા મળી હતી.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે કોરોના મહામારી સરકાર દ્વારા અનેક રીસ્ટીક્શન વચ્ચે પણ લોકોએ ઉત્તરાયણને મનભરીને માણી હતી. જો કે આજે વાસી ઉત્તરાયણ છે એટલે ગુજરાતમાં આજે પણ લોકો આ પર્વને માણશે.

સાથે સાથે રાજકોટ શહેરમાં ગૌશાળા-પાંજરાપોળની ગૌમાતા માટે દાન ફંડ એકત્ર કરવા શહેરના વિવિધ સર્કલ-ચોકમાં નાખવામાં આવેલા મંડપમાં ક્યાંક-ક્યાંક દાન આપવા માટે પણ લાઇનો લાગી હતી. સામાન્ય રીતે કંઇક મેળવવા માટેની લાઇનો જોવા મળતી હોય છે પરંતુ ધાર્મિક નગરી રાજકોટમાં દાન દેવા માટેની પણ પડાપડી થતી હતી એટલે જ રાજકોટ રંગીલુ શહેર કહેવાતુ હશે.

 

દોરાથી 60 લોકોને ઈજા:  રાજ્યમાં કરુણા છલકી પશુ-પક્ષીઓના મૃત્યુદરમાં ગયા વર્ષ કરતાં ઘટાડો

 

કોરોના ગાઈડ લાઈન અને સામાજિક જાગૃતિ ને લઈને પતંગ સંબંધી ઇજાઓ માં ઘટાડો કરુણા અભિયાન અબોલ જીવો માટે અભયદાન નું બને છે નિમિત….

એ કાઇપો જ છે… 14મી જાન્યુઆરીએ ઉતરાયણ પર્વ સબ પતંગ ઉત્સવ ના આનંદ વચ્ચે ક્યાંક ક્યાંક પશુ-પક્ષીઓ માટે પતંગબાજીમાં સેવામાં આવતી બેદરકારી સુધીનું જોખમ ઊભું કરે છે. ગઈકાલે ઉતરાયણ ના દિવસે રાજ્યભરમાં પતંગ ઉત્સવ દરમિયાન સાઈઠ લોકોને પતંગ અને દોરા ના કારણે ઈજા થઈ હોવાનું નોંધાયું છે જોકે આ વખતે એક પણ જાનહાનિનો બનાવ નોંધાયો નથી આખા દિવસ દરમિયાન એમ્બ્યુલન્સ દરમિયાન લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા તેમાં કેટલા અમદાવાદમાં 214 બનાવો નોંધાયા હતા ત્યાર પછી વડોદરા અને પછી રાજકોટ નો ક્રમ નોંધાવ્યો હતો જોકે 108ને ઇમરજન્સી કોલમાં આ વખતે 1203 કોલ આવ્યા હતા જે ગયા વર્ષના 1042 કરતા વધુ થવા પામ્યા છે.

આ મારે લેવા જૂનાગઢના કેશોદ યુવાનને દોરાના ઘસરકા સાથે ગળામાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગયા વર્ષના સાપેક્ષમાં આ વખતે પશુ-પક્ષીઓની બીજામાં અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન 8303 કરવામાં આવ્યા હતા જેમાં 76 94 સાજા થયા હતા પક્ષીઓને 609 ના મૃત્યુ નિપજયા હતા તેની સામે આ વખતે મૃત્યુ માત્ર 214 નોંધાયા છે 207 ઇજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ 33 ટકા અમદાવાદમાં 299 પક્ષીઓને ઈજા થઈ હતી.

રાજકોટ કરુણા ફાઉન્ડેશન ના મિતલભાઈ ખેતાણી એ ફબફિંસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારના કરુણા અભિયાન અને લોકોની સામાજિક જાગૃતિ ને લઈને હવે ઉત્તરાયણ માં પક્ષીઓ ની ઈજા અને મૃત્યુની ઘટનાઓમાં ઘટાડો થયો છે હજુ ઘણા લોકો વાસી ઉત્તરાયણ ની ઉજવણી કરતા હોય છે ત્યારે શનિ-રવિની રજાઓ અને ખાસ કરીને લટકતા દોરા જે પક્ષીઓ માટે ઘાતક બને છે, તેમાં ત  સાવચેતી રાખવામાં આવે તો પશુ પક્ષીઓને ઈજા માં ઘટાડો થાય ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પશુ-પક્ષીઓની ઈચ્છામાં ઘટાડો જોવા મળ્યો છે આ માટે કોરોના ગાઇડ લાઇનની સાથે સાથે સામાજિક જાગૃતિ અસરકારક રીતે કામ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.