Abtak Media Google News

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભાનું કર્યુ પ્રદર્શન

રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોમાં આત્મવિશ્ર્વાસ, સંપ, સહકાર તેમજ સ્નેહ અને સહાનૂભૂતિ જેવા ગુણો વિકસે તે હેતુથી ‘ઉમ્મીદ આને વાલે કલ કી’ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં આ વખતે માત્ર સિલેકટેડ શાળાઓ જ નહિ પરંતુ કોર્પોરેશનની તમામ શાળાઓનાં પ્રતિભાશાળી

બાળકો ભાગ લઈ શકે તે પ્રકારનું આયોજન કરાયું હતુ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે કાર્યક્રમની ‚પરેખા આપતા જણાવ્યું હતુ કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક બાળકનો વિકાસ થાય એ માટે બાળકની આવડત મુજબ એને ગમે એવી પ્રવૃત્તિ લઈને સંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો જેના લીધે બાળકોમાં આત્મ વિશ્ર્વાસ અને સહભાવના ખીલે છે. એના માટે ઈસ્ય વેસ્ટ અને સેન્ટર ઝોનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રોફેશનલ કોરીયોગ્રાફર દ્વારા તાલીમ અપાવી વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

શિક્ષણ સમિતિના સદસ્ય અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતુ કે બાળકોના સર્વાગીણ વિકાસ માટે તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ જાગૃત કરવા અને બાળકોને એક સ્ટેજ મળે તેવા ધ્યેયથી કોર્પોરેશનની તમામ શાળાના બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવી છે. કાર્યક્રમમાં તમામ શાળાના બાળકોએ ઉમંગથી ભાગ લીધો છે. વધુમાં તેમણે જણવ્યું હતુ કે વાલી જાગૃતી અભિયાન કાર્યક્રમ પણ યોજાયો હતો જેનો મુખ્ય ઉદેશ કે વાલીઓ જાગૃત થાય અને તેમના બાળકોમાં વધુ ધ્યાન આપે ગુજરાતમાં પ્રથમવાર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજન કરાયું હતુ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યને બિરદાવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ઉમ્મીદ આને વાલે કલકી આપણા દેશ ઉપર જયારે વિદેશી ચેનલો આક્રમણ કરી રહી છે. ત્યારે આપણી સંસ્કૃતિ બાળકોમાં વિકસે એ પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. માત્ર ભણતર જ નહી પરંતુ અન્ય પ્રવૃત્તિઓમં પણ બાળકે પરંગત થાય તેવા હેતુથી આયોજન કરાયું છે. તે બદલ હું નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવું છું ૮૦ ગુજરાતી માધ્યમની સ્કુલ અને ૩ અંગ્રેજી માધ્યમની સ્કુલના એકવીસો જેટલા બાળકોએ ભાગ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.