Abtak Media Google News

ખાનગી હોસ્પિટલની ખર્ચાવ  સારવારને બદલે સરકારી હોસ્પિટલમાં સારુ પરિણામ મળ્યું છે. તેમ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઇ સ્વસ્થ થયેલા દર્દી ભરતભાઇ ધરજીયાના પરિવારજનોએ જણાવાયું હતું.

Advertisement

ખાનગી હોસ્પિટલની સામે સરકારી હોસ્પિટલમાં સચોટ નિ:શુલ્ક સારવાર મળી રહ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આલાપ એવન્યુ  રાજકોટમાં રહેતા ભરતભાઇ ધરજીયાની તબિયત બગાડતા ગત તા.9 માર્ચના રોજ કોવિડ ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો આર.ટી.પી.સી. આર. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમના ફેફસા ડેમેજ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવ્યું હતું.

વેન્ટિલેટર પર તેમને 10 દિવસ સુધી રાખવામાં આવ્યા તેમ છતાં દર્દીની તબિયતમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. ઉલટાની તેમની તબિયત વધુ બગાડવા લાગી.

ડોકટરોએ કહ્યું કે હવે તેમના બન્ને ફેફસા ડેમેજ થઇ ગયા છે તેમ ઘરે લઇ જાવ, આ વાત સાંભળતા તેમના પરિવારજનો પર દુ:ખના વાદળો તૂટી પડયા. આવા સમયે તેમને મદદે આવ્યા તેમના ફેમીલી ડો. હીરેન વિસાણી, તેઓએ દર્દી ભરતભાઇને રાજકોટ સીવીલમાં દાખલ થવાની સલાહ આપી અને તેમને ગત તા.19 માર્ચના રોજ એડમીટ કરવામાં મદદ કરી. માત્ર બે દિવસની સારવારમાં તેમની તબિયતમાં સુધારો આવ્યાનુ: તેમના પરિવારજનો એ જણાવ્યું વછે. આ માટે તેઓએ સીવીલ સીવીલ ટી.બી.સી.ડી. વિભાગ ડો. વિઠલાણી, ડો. બીના તેમજ સમગ્ર ડોકટર્સની ટીમ અને નસીંગ સ્ટાફનો આભાર માન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.