Abtak Media Google News

કોરોનાની મહામારીએ ફરી ફૂંફાડો માર્યો છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ, ભીડમાં જવાનું ટાળવું, સેનિટાઈઝેશનનો ઉપયોગ જેવા તકેદારીના પગલા સાથે વેકસીનેશન પણ અત્યંત આવશ્યક છે. વેકસીનેશન ભલે 100 ટકા ઈલાજ નથી પણ બચાવ ચોક્કસ છે.વેકસીનેશન માટે લોકો જાગૃત બની રસીકરણ કરાવે તે જરૂરી છે. અમે જણાવી પટેલ સેવા સમાજ રાજકોટનાપ્રમુખ અરવિંદ પટેલ ફિલ્ડ માર્શલએ જણાવ્યુંં હતુ કે વેકસીનેશન માટે તંત્ર દ્વારા ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ અને સામાજીક જરૂરીયાતો સાથે આરોગ્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિ કરતા પટેલસેવા સમાજે પણ તંત્ર સાથે ખંભે ખંભા મિલાવીલોકોને રસીકરણ માટે જાગૃત કરી વેકસીન આપવા માટે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબિકા ટાઉનશીપ રોડ, રાજકોટ ખાતે બુધવાર તા.24.3.21ના રોજ નિ:શુલ્ક મહા વેકસીનેશન કેમ્પનું તમામ જ્ઞાતિ માટે આયોજન કર્યું છે.

અરવિંદભાઈ પટેલે ઉમેર્યું હતુ કે, ગત વર્ષે લોકો રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે આગળ આવે તેમાટેપણ રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે બે મહા કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયા હતા. જેનો 600થી વધુ લોકોએ લાભ લીધો પટેલ સેવા સમાજની આ પહેલને કારણે અન્ય સામાજીક સંસ્થાઓ પણ આવા કેમ્પ યોજવા આગળ હતી અને કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે વ્યાપક જાગૃતિ આવી હતી.

તેમણે એમ પણ ઉમેર્યું હતુ કે, સામાજીક સંસ્થાઓ અને તેનીસાથે જોડાયેલા લોકો વચ્ચે વિશ્ર્વાસનો એક અભૂતપૂર્વ સેતુ હોય છે. પરિણામે જયારે આવી સામાજીક સંસ્થા આવા કેમ્પ યોજે ત્યારે લોકો વધુ ભરોસા અને વિશ્ર્વાસથી આગળ આવતા હોય છે.

અરવિંદભાઈએ ઉમેર્યું હતુ કે , બુધવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મહા વેકસીનેશન કેમ્પ યોજવા પટેલસેવા સમાજની દરખાસ્ત રામ્યુકોનાં કમિશનર ઉદિત અગ્રવાલ મેયર પ્રદીપભાઈ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ, કારોબારી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્ર્વરીબેન ડોડીયાએ આ દ્રષ્ટિથી જ તુરત આવકારી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે તમામ વ્યવસ્થા ઉભી કરવા સંબંધીતોને સુચના આપી હતી.

બુધવારના કેમ્પમાં રજીસ્ટ્રેશન તથા રસીકરણ અને ત્યાર પછીની ચકાસણી, સહિતની કામગીરી મહાપાલિકાના નિષ્ણાંત તબીબો અને અન્ય મેડીકલ સ્ટાફ સંભાળશે જયારે સ્થળ પરની સોશ્યલ ડિસ્ટન્સ, સેનિટાઈઝેશન વિગેરે વ્યવસ્થા પટેલસેવા સમાજના યુવા સંગઠનના યુવાનો તથા મહિલા સંગઠન સમિતિની બહેનો સંભાળશે આ માટેની વ્યવસ્થા ગોઠવવા કાર્યકરોની મીટીંગ ગઈકાલેસાંજે સંગઠન સમિતિના ચેરમેન મનિષભાઈ ચાંગેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

મનિષભાઈ ચાંગેલાએ તમામ કાર્યકર ભાઈ બહેનોને જણાવ્યું હતુ કે, કેમ્પની આનુસંગીક વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહેવી જોઈએ.

વધુમાં જણાવ્યું હતુકે કેમ્પમાં વેકસીનેશન માટે આવનારી તમામ વ્યંકિતઓ પોતાનું આધાર કાર્ડ ઓરીજીનલ) સાથે લાવવું જરૂરી છે. આ કેમ્પમાં 60 વર્ષથી ઉંપરની વ્યકિતને રસી અપાશે. ઉપરાંત બી.પી. ડાયાબીટીસ, હૃદયરોગ જેવા રોગથી પીડાતા 45 થી 60 વર્ષની વચ્ચેની વ્યંકિતને પણ વેકસીન અપાશે આ માટે તેમની મેડીકલ ફાઈલ સાથે આધારકાર્ડ લાવવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.