Abtak Media Google News

ક્યારેક એકલતમાં જીવડાવતા,

ક્યારેક સાથી બની જીવતા,

ક્યારેક હું થી લઈ તું  સુધી પહોચતાં,

ક્યારેક સંબંધોને જીવતા શીખડાવતા,

ક્યારેક પ્રેમને દર્શાવતા,

ક્યારેક સંવેદના સમજાવતા,

ક્યારેક વાતોને વધારતા,

ક્યારેક ઓછામાં ઘણું કહેતા,

ક્યારેક લાગણીઓને સ્પર્શતા,

ક્યારેક વ્યક્તિને સમજાવતા,

ક્યારેક વિચારોને વાચા આપતા,

ક્યારેક અજાણ્યાને સમજાવતા,

ક્યારેક ઓળખીતાને મળાવતા,

ક્યારેક લેખન પ્રિયને માર્ગ અપાવતા,

ક્યારેક પુસ્તકો દ્વારા ખ્યાતિ આપતા,

ક્યારેક એકથી જ અનેકને જોડતા,

ક્યારેક પોતાની ઓળખને વધુ નિખારતા,

એવા આ જીવનને અનેક રીતે સમજાવતા શબ્દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.