Abtak Media Google News
  • તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવાયા
  • પ્રાણી-પક્ષીઓ માટે ઓઆરએસ આપવાનું શરૂ કરાયું: રીંછને ખાસ પ્રકારની ફ્રૂટ કેન્ડી આપવામાં આવે છે

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે.

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 564 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે વન્યપ્રાણી-પક્ષીઓને તેઓની કુદરતી પ્રકૃતી અનુસાર નીચેની વિગતે ઝૂ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo
Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે. બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે વાંદરાઓને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

તમામ હરણના પાંજરાઓમાં વ્રુક્ષો દ્વારા પુરતા પ્રમાણમાં છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાબર હરણ માટે તેઓની પ્રકૃતી અનુસાર ખાસ પ્રકારનો મડ પોન્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરમીના સમયે સાબર મડ પોન્ડમાં બેસી ગરમીથી રાહત મેળવે છે.

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

આ ઉપરાંત ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓમાં ગરમીના કારણે ડીહાઇડ્રેશન ના થાય તે માટે પીવાના પાણીમાં ઘછજ સપ્લાય કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે 10% જેટલો ખોરાકમાં ઘટાડો નોંધાય છે. જ્યારે સરીસૃપ પ્રજાતીના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વિગેરેમાં દૈનીક ખોરાકમાં વધારો નોંધાયેલ છે.

પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા

  • જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓના પાંજરાની ઉપર ખાસ પ્રકારના સૂકા ઘાસ પાથરી શેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • તમામ પાંજરાઓની અંદર ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

67 પ્રજાતિઓનો કુલ 564 વન્ય પ્રાણી-પક્ષીઓનો વસવાટ

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

હાલ પ્રદ્યુમન પાર્ક ઝુ ખાતે જુદી-જુદી 67 પ્રજાતિઓના કુલ 564 વન્યપ્રાણી વસવાટ કરી રહ્યાં છે. જુદી-જુદી ઋતુઓમાં પ્રાણી-પક્ષીઓને વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ સંભાળ રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય સખત ગરમીના કારણે પુરતું રક્ષણ મળી રહે તે માટે કુદરતી પ્રકૃત્તિ અનુસાર ઝુ ખાતે ખાસ વ્યવસ્થા કરાઇ છે.

ગરમીથી રક્ષણ આપવા વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહુડી વગેરે માટેની સુવિધા

  • આ તમામ પ્રાણીઓનાં પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે.
  • પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
  • રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

સિંહ, વાઘ, દિપડા, રીંછ માટે વિશેષ વ્યવસ્થા

  • આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે. આકરો તાપ તથા ગરમીના સમયે પ્રાણીઓ પોન્ડના પાણીમાં બેસી રહે છે અને ગરમીથી રાહત મેળવે છે.
  • પાંજરાની અંદર વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) સીસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે.
  • તમામ પાંજરાની અંદર પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક વુડન શેલ્ટર બનાવવામાં આવેલ છે. જેના ઉપર પ્રાણીઓ બેસી તડકાથી રાહત મેળવે છે અને મુલાકાતીઓ પણ પ્રાણીઓને સારી રીતે નિહાળી શકે છે.
  • બપોર પછીના સમયે તાપમાનનો પારો ખુબ ઉંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે.
  • રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
  • તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં વૃક્ષો હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે.
Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ‘ઝુ’ની મુલાકાત કરે છે

Extreme Heat Kills Animals: Coolers, Artificial Fountains Installed In Pradyuman Park Zoo
Extreme heat kills animals: Coolers, artificial fountains installed in Pradyuman Park Zoo

શહેરનું પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઝુ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ગાઇડ લાઇન્સ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવેલ છે. જેથી હાલમાં શહેરનું જાણીતું પ્રદ્યુમન પાર્ક ઝુ સૌરાષ્ટ્રભરના પર્યાવરણપ્રેમીઓ, પ્રાણી, પક્ષી, પ્રેમીઓ માટે હરવા-ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

તહેવાર પર જાહેર રજાઓના દિવસો પ્રદ્યુમન પાર્ક ખાતે બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દર વર્ષે અંદાજીત 7.50 લાખ મુલાકાતીઓ પ્રદ્યુમન પાર્ક ઝુની મુલાકાત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.