54 હજારથી વધુ વિષયોના સંયોજન માટે CUTE પરીક્ષા 15મી જુલાઈથી યોજાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ 23-24 જૂન દરમિયાન બે દિવસ માટે રજીસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડો ફરીથી ખોલી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ ઈઞઊઝ- 2022 ભારતભરના 554 શહેરોમાં અને વિદેશના 13 શહેરોમાં કેન્દ્રો પર યોજશે, એમ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ એમ જગદેશ કુમારે 22 જૂન, બુધવારે જણાવ્યું હતું. 54,000 થી વધુ વિષયોના સંયોજનોના પરિણામે, નવ જેટલાં પેપરમાં ઉમેદવારોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ 15 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાનારી સૌથી લાંબી પ્રવેશ પરીક્ષા હશે. 11 લાખથી વધુ ઉમેદવારો  ઈઞઊઝ ની પ્રથમ આવૃત્તિ માટે નોંધણી કરાવી છે.  નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ 23-24 જૂન દરમિયાન બે દિવસ માટે રજીસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડો ફરીથી ખોલી છે.

બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ઈઞઊઝ-ઞૠ 15 જુલાઈથી શરૂ કરીને 10 દિવસ સુધી ચાલશે. ગઊઊઝ-ઞૠને કારણે 17 જુલાઈએ અને ઉંઊઊને  કારણે 21 જુલાઈથી 3 ઑગસ્ટ વચ્ચે કોઈ ઈઞઊઝ પેપર નહીં હોય.  પરીક્ષાઓ  આ તમામ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓ ગઝઅ દ્વારા લેવામાં આવે છે.  આ ટેસ્ટ ભારતના 554 શહેરો અને વિદેશના 13 શહેરોમાં લેવામાં આવશે. કુલ 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 12 રાજ્ય યુનિવર્સિટીઓ, 11 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 19 ખાનગી યુનિવર્સિટીઓ ઈઞઊઝ સ્કોર્સના આધારે 2022-23 શૈક્ષણિક સત્રોમાં તેમના અંડરગ્રેજ્યુએટ પ્રવેશનું સંચાલન કરી રહી છે.

પરીક્ષા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે.  ઈઞઊઝ-ઞૠ યોજના હેઠળ, અરજદારે ભાષાની પરીક્ષા આપવી પડે છે અને ચોક્કસ યુનિવર્સિટીઓની પ્રવેશ જરૂરિયાતને આધારે વધારાની ભાષાની કસોટી પસંદ કરી શકે છે.  ઉમેદવારો છ ડોમેન વિશિષ્ટ વિષયો અને વૈકલ્પિક સામાન્ય પરીક્ષણ પણ પસંદ કરી શકે છે.