Abtak Media Google News

વઘાઇમાં સદભાગી થવા બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

શહેરમાં નવી હવેલીના વૈષ્ણવાચાર્ય ગો. મિલન કુમાર મહોદયજીના જન્મ દિવસની વધાઇ નીમીતે માર્કડ પુજા, રાસ ગરબા, મહાપ્રસાદ, વઘાઇ કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.

અખંડ ભૂમંડલાચાર્ય વલ્લભાચાર્યજીના વેરાજ પૃષ્ટિ માર્ગીય અભિયાન દ્વારા વૈષ્ણવોના હદટમાં જેમનું વિશેષ પુજનીય સ્થાન છે તેવી મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય ગો. મિલનકુમાર મહોદયજીના જન્મ દિવસે ઠાકોરજીના સાનિઘ્યમાં સવારે 10.30 વાગેશ્રી પલના (ભીતરમાં) સવારે 11 વાગે આપશ્રીની માર્કડ પુજા બપોરે 1ર વાગે મહાપ્રસાદ સાંજે 5.30 કલાકે વઘાઇ કિર્તન, રાસ ગરબા અવલૌકિક અવસરમાં લાભ બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લઇ ઉજવણી કરવામાં આવી હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૈષ્ણવ સમાજમાં વૈષ્ણવ આચાર્ય ગો. મીલનકુમારજી મહોદયજીએ વૈષ્ણવોને પૃષ્ટિ માર્ગનું સત્સંગીય જ્ઞાન આપી એક જબરજસ્ત સંગઠનની તાકાત ઉભી કરી છે

. સેવાકીય અને સામાજીક  કાર્યોની સાથે સાથે અનેક આયોજનો આપશ્રીના માર્ગદર્શન હેઠળ થાય છે. અગાઉ અનેક ગામોમાં પધરામણી કરીને ગૌ માતા જ્ઞાન અભિયાનની પ્રવૃતિ આપશ્રી દ્વારા થઇ છે. ખાસ કરીને યુવાનોમાં પુષ્ટી માર્ગીય જ્ઞાન મળે તે માટે ઘણી શિબીરો માં આયોજનો આપશ્રી દ્વારા કરવામાં આવે છે.

મોટા હવેલી ના રસીકરાયજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.