Abtak Media Google News

મોગરાના ફૂલની સુગંધ દરેક લોકોને ગમતી હોય છે. મોગરાના ફૂલને જોતાની સાથે આપણે ખુશ થઇ જઇએ છીએ. ઘરમાં મોગરાના ફૂલનો ઉપયોગ પૂજા-પાઠથી લઇને સજાવવા માટે કરવામાં આવે છે. મોગરાના ફૂલોની ભીની સુગંધ આપણાં ઘરને મહેકાવવાનું કામ કરે છે.  મોગરાના ફૂલ સ્કિનને ચમકાવવા માટે સૌથી બેસ્ટ છે. મોગરાના ફૂલથી ચહેરા પર ચાંદી જેવો નિખાર આવે છે અને સાથે તાજગી લાવવાનું કામ કરે છે. Mogra Flower Face Packs મોગરાના ફૂલમાંથી ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ મોગરાના ફૂલ લો. ત્યારબાદ આ ફૂલને સુકવી લો. આ ફૂલનો મિક્સરમાં પાવડર બનાવી લો. તમને જણાવી દઇએ કે બજારમાં મોગરાના ફૂલનો પાવડર પણ મળે છે. આ પાવડરમાં ગુલાબ જળના 6 થી 7 ટીપાં નાખો. ત્યારબાદ એક ચમચી બેસન અને એક ચમચી દહીં મિક્સ કરો. તો તૈયાર છે મોગરાનો ફેસ પેક.આ ફેસ પેકને ચહેરા પર લગાવતા પહેલાં પાણીથી ધોઇ લો. ત્યારબાદ આ પેક લગાવો. આ પેકને 15 મિનિટ માટે ફેસ પર રહેવા દો. ત્યારબાદ 5 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી ડેડ સ્કિન રિમૂવ થાય છે. આ ફેસ પેકથી સ્કિન ટાઇટ થાય છે. આ ફેસ પેક તમે દરરોજ પણ લગાવી શકો છો. આ ફેસ પેકથી ફેસ પર મસ્ત નિખાર આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.