Abtak Media Google News

રાજસ્થાનની એક યુવતીએ કોર્ટમાં પોતાના લગ્ન ગેરકાયદેસર રીતે થયાં હોવાની વાત સાબિત કરી દીધી છે. જ્યારે આ યુવતીના લગ્ન થયાં ત્યારે તે સગીર વયની હતી પરંતુ તેનો પતિ તે વાતનો ઈન્કાર કરતો હતો અને યુવતી કોર્ટમાં પણ આ વાત સાબિત કરી શકતી ન હતી. ત્યારે યુવતીને ફેસબુક પેજ પરથી કેટલાંક એવાં દસ્તાવેજો મળ્યાં જેની મદદથી તે પોતાની વાત સાબિત કરી શકી છે.

Advertisement

19 વર્ષની સુશિલા બિશ્નોઈ નામની રાજસ્થાનની યુવતીએ પોતાના લગ્ન તે જ્યારે સગીર વયની હતી ત્યારે થયાં હોવાથી લગ્ન ફોક કરવામાં આવે તેવી અપીલ કોર્ટમાં કરી હતી. જો કે તેના પતિએ તે વાતનો ઈન્કાર કર્યો હતો કે તે બંનેના લગ્ન થયા જ નથી. આટલું જ નહીં તેને આ અરજી પરત ખેંચવા અંગે પણ ધમકી આપી હતી.સગીરાના પતિએ લગ્નની વાત ન કબૂલતાં યુવતીનો કેસ નબળો પડ્યો હતો પરંતુ તે હિંમત ન હારતાં અંતે પોતાની વાત સાચી સાબિત કરવા તેને એક સામાજિક સંસ્થાની મદદ માગી હતી.સામાજિક સંસ્થાએ તેના પતિના ફેસબુક એકાઉન્ટની ત્યાં સુધી તપાસ કરી કે જ્યાં સુધી તે તથ્ય સામે ન આવે કે લગ્ન સમયે યુવતી સગીર વયની હતી.

સારથી ટ્રસ્ટ ચેરિટીના કાર્યકર્તા ક્રિતી ભારતીએ કહ્યું કે, “ફેસબુક પેજ પર તેના ઘણાં મિત્રોએ લગ્નની શુભેચ્છા આપતા મેસેજ પોસ્ટ કર્યા હતા.”ક્રિતી ભારતીના જણાવ્યા મુજબ સોમવારે ચૂકાદો આપતાં કોર્ટે આ પુરાવાને માન્ય ગણાવ્યાં હતા અને આ લગ્ન ગેરકાયદેસર હોવાના આદેશ આપ્યાં હતા. આ યુવતીના લગ્ન વર્ષ 2010માં બાડમેર જિલ્લામાં ગુપ્ત લગ્ન સમારંભમાં થયા હતા. તે સમયે યુવતી અને યુવક બંને 12 વર્ષનાં હતા. રાજસ્થાનમાં છોકરીઓનાં લગ્ન નાની ઉંમરે જ થઈ જાય છે. જયાં સુધી તે 18 વર્ષની ન થાય ત્યાં સુધી તેના માતા-પિતાના ઘરે રહે છે. ત્યારબાદ તેને તેના પતિના ઘરે મોકલી દેવામાં આવે છે.સુશિલા બિશ્નોઈએ કહ્યું કે, “તેના માતા-પિતા પણ તેને તેના પતિના ઘરે જવાનું દબાણ કરતા હતા અને લગ્નવિધિ પૂર્ણ કરવાનું કહેતા હતા.”

સુશિલાએ વધુમાં કહ્યું કે, “હું આગળ ભણવા માગતી હતી પરંતુ મારો પરિવાર અને મારા સાસુ-સસરાની ઈચ્છા હતી કે હું દારૂડિયા પતિ સાથે રહું. આ એક જીવન-મરણનો પ્રશ્ન હતો અને અંતે મેં સારા જીવન જીવવાની રીત પસંદ કરી.”

સુશિલા ઘરમાંથી ભાગી ગઈ જ્યાં તેને ક્રિતી ભારતીને મળી હતી, જ્યાં તેને આ લગ્ન ફોક કરાવવા માટે મદદ કરી હતી.આ સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે સગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો એ ગુનો હોવાના આદેશ આપ્યાં હતા. કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારના મામલે એક વર્ષની અંદર જો મહિલા ફરિયાદ કરે તો રેપનો કેસ દાખલ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.