કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા રાખવી યોગ્ય બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી યોગ્ય કહેવાય નહિ.આપણે આપણે સૌ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યા છીએ. દેશ-વિદેશના તમામ વૈજ્ઞાનિક અને ડોક્ટર આ બીમારીનું નિરાકરણ કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં કોરોના ને હરાવવા માટે કોરોના માતાનું મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગ જિલ્લાના એક ગામની આ ઘટના છે જ્યાં કોરોનાને જ હરાવવા કોરોના માતાના મંદિરના નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે વહીવટી તંત્રે આ મંદિરને હટાવ્યું છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શુકુલપુર જુહી ગામમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી ગામલોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ ગામનો રહેવાસી લોકેશ શ્રીવાસ્તવે 7 જૂને કોરોના માતાનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. આ મંદિર માટે તેણે ઓર્ડર આપીને મૂર્તિ બનાવડાવી અને તેને ગામના એક ચબુતરા પાસે લીમડાના ઝાડની બાજુમાં સ્થાપિત કરી.

ગામ ના રહેવાસીઓએ પણ આ વાત પર વિશ્વાસ કરીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા પૂજા શરૂ કરી હતી. વહીવટી તંત્રને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયો હતો. મામલો અંધશ્રદ્ધાળુ હોવાથી પોલીસે તેને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો. સાંગીપુર પોલીસ પણ શુક્રવારે રાત્રે જેસીબી સાથે ગામ પહોંચી હતી અને કોરોના માતાની મૂર્તિ અને મંદિર સહિતના બોર્ડને નષ્ટ કરી દીધું હતું.

બધી જ સામગ્રી ગામથી 5 કિમી દૂર ફેંકી દેવામાં આવી. આ કેસમાં મંદિર સ્થાપિત કરનાર આરોપીના ભાઈની પોલીસે કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ મંદિરને તોડી પાડવા અંગે દિવસભર લોકોમાં ચર્ચા હતી.

નોંધપાત્ર વાત એ છે કે મંદિરમાં પ્રતિમાના રૂપમાં કોરોના દેવીની છબી લોકોએ જાતે જ નિર્માણ કરી લીધી હતી . આ પછી અહીં પૂજા શરૂ થઈ. આ મંદિર ફક્ત પૂજા માટે જ નથી, પરંતુ કોવિડ -19 માર્ગદર્શિકાને અનુસરવાનો સંદેશ પણ અહી આપવામા આવે છેમ

એક ગામના લોકોએ કહ્યું હતું કે ગામલોકોએ આ માન્યતા સાથે મંદિરની સ્થાપના કરી છે કે દેવની પૂજા કરવાથી લોકોને કોરોના વાયરસથી ચોક્કસ રાહત મળશે. લોકોની આવી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધાના કારણે કોરોનાવાયરસ વધુ ફેલાય છે તેથી કોઈ પણ માન્યતા અથવા અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરીને ફક્ત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાથી આપણે કોરોના માંથી રાહત મેળવી શકીશું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.