Abtak Media Google News

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો વધુ એક બોગસ ડોક્ટર કોઠારીયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્ટરને ઝડપી પાડીને 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

રાજકોટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળાધાર 25 વારીયા મેઈન રોડ ઉપર હનુમાનજીના મંદિર નજીક ક્લીનક ચલાવતો નીપુ કુમોદરંજન મલીક (ઉં.43)ને ઝડપી પાડ્યો હતો.

આરોપી નીપુ કુમોદરંજન મલીક કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે આરોપી નીપુ મલીકને ઝડપી પાડી જુદા-જુદા સાધનો, દવાઓ, ઈન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા સહિત કુલ 10 હજાર 257 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો છે અને બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ગત શનિવારે જ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે લોઠડા-ભાયાસર રોડ પરથી બોગસ ડોક્ટર અનીષભાઈ અસરફભાઈ લીંગડીયા (ઉં.વ.30)ને ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.