Abtak Media Google News

શિવમ-જેમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. અને રામગોપાલ પ્રોડકશનની પ્રસ્તુતિ

અબતક, રાજકોટ

Advertisement

લાંબા વિરામ બાદ થિયેટરના રૂપેરી પડદે ફિલ્મોની પ્રસ્તુતિની પુન: શરૂઆત થઇ ગઈ છે. તમામ દર્શકો માટે આ ખુબ જ ખુશીના સમાચાર છે, કે તેમની ફરી વિશાળ પડદે ફિલ્મો નિહાળવાની આતુરતાથી જોવાઈ રહેલી રાહનો હવે અંત આવ્યો છે. ગુજરાતી ફિલ્મના ચાહકો માટે શિવમ – જેમીન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને રામગોપાલ પ્રોડક્શન આગામી ઓક્ટોબર માસમાં “જેસ્સુ જોરદાર” ફિલ્મ લઈને આવી રહ્યા છે,, જેનું આજે રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા કોસ્મોસ પ્લેક્સ ખાતે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર રાજન આર વર્મા, પ્રોડ્યુસર શોભના ભુપત બોદર, કો-પ્રોડ્યુસર વૃંદા બ્રહ્મભટ્ટ તેમજ ફિલ્મના મુખ્ય કલાકાર કુલદીપ ગોર અને ભક્તિ કુબાવત ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજન વર્મા ફિલ્મ જગતના ખુબ જ જાણીતા ડાયરેક્ટર છે જે છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આ પહેલા તેમણે  મોટા પાયાના મ્યુઝિક વીડીયો જેવા કે ડાન્સિંગ ડોલ ડાયરેક્ટ કરેલ છે ઉપરાંત અનેક મોટી એડ ફિલ્મ્સ  પણ બનાવી છે.

આ ફિલ્મ દર્શકો પોતાના પરિવાર સાથે નિહાળી શકશે. આ ફિલ્મમાં જાણીતા અભિનેતા કુલદીપ ગોર અને અભિનેત્રી ભક્તિ કુબાવત દ્વારા  મુખ્ય પાત્ર નિભાવવામાં આવ્યા છે તેમજ આ ફિલ્મમાં  રિશીકેશ ઇંગ્લેય, સુપ્રિયા કુમારી, સલોની રાવલ, નિલેશ પંડયા અને સુપ્રસિદ્ધ મનોજ જોશી  પોતાના દમદાર અભિનય દ્વારા દર્શકોને મંત્ર મુગ્ધ કરી દેશે. ફિલ્મનું સંગીત દાનીસ સાબરીએ આપ્યું છે તેમજ ગીતોને સૂરજ ચૌહાણ અને અર્પિતાએ પોતાના મધુર અવાજથી મઠાર્યા છે. ફિલ્મના ડાયલોગ બોલીવુડના પ્રસિદ્ધ બંટી રાઠોર દ્વારા લખવામાં આવ્યા છે.

દર્શકોની માંગને ધ્યાનમાં રાખી સંપૂર્ણ પારિવારિક, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મનું નિર્માણ: ફિલ્મના પોસ્ટરને મળી રહેલો અભૂતપૂર્વ પ્રતિસાદ

ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ એક પારિવારિક મનોરંજક ફિલ્મ છે જે તમામ દર્શકોને ખુબ જ પસંદ પડશે. ટ્રેલર લોન્ચ વિષે વાત કરતા ડાયરેક્ટર રાજન આર વર્માએ જણાવ્યું હતું કે, “દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને અમે સંપૂર્ણ પારિવારિક, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. આશા છે ફિલ્મનું ટ્રેલર સૌને ખુબ જ ગમશે. આ ફિલ્મ બનાવવા પાછળ મારો બોલીવુડનો સંપૂર્ણ  અનુભવ લગાવી દીધો છે જેથી ટેક્નોલોજી સાથે બોલીવુડની ઝલકો દર્શકોને જોવા મળશે. આ ફિલ્મ આજની યુવાપેઢીને ખાસ પસંદ આવશે. આ અત્યારના સમયની લવસ્ટોરી દર્શાવે છે. અમને આશા છે કે ફિલ્મના ગીતો પણ ખુબ લોકપ્રિય થશે.

“જેસ્સુ જોરદાર” ફિલ્મનું શૂટીંગ ગુજરાત ઉપરાંત મુંબઈ, ગોવા અને બીજા વિવિધ ડેસ્ટિનેશન પર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપ ડવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મનું ટ્રેઈલર લોન્ચ કરાર્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા વેજાભાઈ રવાલિયા , મોહનભાઈ દાફડા, નિવૃત નાયબ કલેકટર લીમ્બાશીયા સાહેબ, રાજેશભાઈ ચાવડા, સંજયભાઈ રંગાણી, કેયુરભાઈ ઢોલરીયા, જૈમીન બોદર, શિવમ બોદર, હરેશભાઈ બોદર, નીલેશ ખુંટ, રાજુભાઈ કીકાણી, નરેન્દ્રસિંહ જાડેજા, રસીકભાઈ ખુંટ, જયેશભાઈ બોઘરા, મહેશભાઈ આટકોટિયા, મહેશ આસોદરિયા, વિશાલ અજાણી, કલ્પેશ રૈયાણી સહીતના અગ્રણીઓ સહયોગી બન્યા હતા. ફિલ્મના પોસ્ટરને એક દિવસમાં ૩,૪૫,૦૦૦ ફોલોવર્સ અને લાઈક મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.