Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળ ના બેડી તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તેમજ રેપીડ એક્સન ફોર્ષની સહાયતા ટુકડી દ્વારા કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરી હતી, તેમજ સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરી હતી.

Advertisement

Whatsapp Image 2023 10 30 At 10.19.11 C36F6Ad2
તા. ૨૯.૧૦.૨૦૨૩ ના ક.૧૧-૧૫ થી ૧.૦૦ વાગ્યા દરમિયાન રેપીડ એક્શન ફોર્સ એ/૧૦૦ બટાલીયન ફેમીલી રાઇઝેશન કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત તેમજ રેપીડ એક્શન ફોર્સ ના અધિકારી-જવાનો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં નુરી રઝા ચોક,ઇકબાલ ચોક,સોઢા ફળી, ઈદ મસ્જિદ ચોકમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો અંગેની માહિતી આપવામાં આવી હતી.

 સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.