Abtak Media Google News

હજુ બુધવારે જ દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બીજા જ દિવસે મ્યૂઝિયમમાં વિરાટની ઝલક મેળવવા માટે ફેન્સની ભીડ ઉમટી પડી અને તેની સાથે સેલ્ફી ખેંચાવવાની હોડ લાગી ગઈ. આ બધાની વચ્ચે ફેન્સની ભીડમાં એવી પડાપડી થવા લાગી કે, કોઈએ આ પૂતળાનો જમણો કાન તોડી નાખ્યો.

મેડમ તુસાદમાં આવનારા વિઝિટર્સને અહીં સેલિબ્રિટીઝના પૂતળા સાથે ફોટો લેવાની છૂટ હોય છે. તુસાડ મ્યૂઝિયમની આ ખાસ નીતિ એટલા માટે છે કારણ કે, અહીં ફરવા આવનારા પ્રવાસીઓને પોતાના હીરોઝ સાથે ઊભા હોવાનો રિયલ અનુભવ થઈ શકે.

કદાચ દિલ્હીના તુસાડ મ્યૂઝિયમમાં આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે વિઝિટર્સે અહીં કોઈ પૂતળાને નુકસાન પહોંચાડ્યું હોય. વિરાટના આ પૂતળાના અનાવરણ બાદથી જ મ્યૂઝિયમમાં સામાન્ય દિવસોની અપેક્ષામાં ભીડ વધી ગઈ છે.

વિરાટના ફેન્સમાં તેના પૂતળા સાથે ફોટો ખેંચાવવાનો ઉત્સાહ વધી રહ્યો છે અને તેના કારણે જ પૂતળાને નુકસાન થયું છે.

જોકે, ઘટના બાદ તરત જ મ્યૂઝિયમનું મેનેજમેન્ટ એક્શનમાં આવ્યું અને પૂતળાના તૂટેલા કાનને તરત જ ઠીક કરાવી દેવાયો. હવે વિરાટના પૂતળાને સાજું કરી ફરી તેની જગ્યાએ મૂકી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.