Abtak Media Google News

અબતક, નવી દિલ્લી

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે સીઆરપીસીની કલમ 164 હેઠળ એફઆઈઆર અને ત્યારબાદના નિવેદન વચ્ચેની વિસંગતતાઓ ટ્રાયલ માટે બાધારૂપ બની ન શકે કે પછી સુનાવણી માટે અડચણ ઉભું કરી શકે નહીં.જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જે.કે. મહેશ્વરીની બેન્ચે જણાવ્યું હતું કે, આ પ્રકારની વિસંગતતાઓનો ઉપયોગ ટ્રાયલ દરમિયાન બચાવ તરીકે થઈ શકે છે.

ફરિયાદ નોંધાયા બાદ નિવેદનોમાં ફેરફાર હોય તો પણ કેસ ફેસલ ન થઈ શકે : સુપ્રીમ

આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 376 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012ની કલમ 5 અને 6 સહિતની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નીચલી અદાલતના આદેશ સામે તેમની રિવિઝન પિટિશન ફગાવી દેવામાં આવી હતી.આરોપીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, એફઆઈઆર આઈપીસીની કલમ 376 હેઠળના ગુનાને જાહેર કરતી નથી.કોર્ટે કહ્યું કે એફઆઈઆર પ્રારંભિક દસ્તાવેજ છે.  ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 164 હેઠળ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કરવામાં આવેલો આરોપ આઈપીસીની કલમ 376 હેઠળના ગુના સમાન છે. બેન્ચે કહ્યું કે, સીઆરપીસીની કલમ 164 હેઠળ એફઆઈઆર અને પછીના નિવેદન વચ્ચેની વિસંગતતાઓ બચાવ હોઈ શકે છે. જો કે, વિસંગતતાઓ ટ્રાયલની શરૂઆત કર્યા વિના છૂટા થવાનું કારણ બની શકે નહીં.આ સાથે જ ખંડપીઠે ડિસ્ચાર્જની માંગ કરતી અરજીને બરતરફ કરવાના આદેશને યથાવત રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.