Abtak Media Google News

શહેરની વચ્ચો – વચ્ચ ગ્રીનચોક નજીક મેમણશેરીમાં એ – ડિવિઝન પોલીસ વિસ્તારમાં ઘોડીપાસાની કલબ ઝડપાતા હપ્તાની બૂ….

મોરબીના  ગ્રીનચોક નજીક મેમણ શેરીમાં ધમધમતી ઘોડી પાસની જુગાર કલબ ઉપર એલસીબીએ દરોડો પાડી પોણા બે લાખના મુદામાલ સાથે છ શકુનીઓને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જો કે શહેરની વચ્ચોવચ્ચ ઘોડીપાસ કલબ ઝડપતા એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ સહિતની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કુબેરનાથ રોડ મેમણ શેરી, ગ્રીનચોક પાસેના રહેણાંક મકાનમાંથી પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા છ આરોપીને રૂ.૧,૭૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતા જુગરીઓ અને પોલીસ બેડામાં ચકચાર જાગી છે જો કે આ દરોડા દરમિયાન એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

Img 20180602 Wa0009પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડની સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને મળેલ હકીકત આધારે આરીફભાઇ પાફુબભાઇ મેમણ,કચ્છી રહે. મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરી, ગ્રીનચોક વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ધોડીં પાસાનો જુગાર રમતા (૧) આરીફભાઇ યાકુબભાઈ મેમણ, રહે.મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરી, ગ્રીનચોક તા.જી.મોરબી (૨) ઓસ્માણભાઇ અલારખાભાઇ દેવાણી/મેમણ રહે.મોરબી ખાટકીવાસ (૩) આમદભાઇ સતારભાઇ કાસમાણી/મેમણ રહે. મોરબી કુબેરનાથ રોડ, ગ્રીનચોક (૪) યાસીનભાઇ રજાકભાઇ મેમણ/બકાલી રહે. મોરબી ફુબેરનાથ રોડ, મેમણ શેરી સામે (૫) અનવરભાઇ મુસાભાઇ ફુરેશી/મતવા રહે.મોરબી ખાટકીવાસ, મોચી શેરી (ત) હુસેનભાઇ ઉર્ફ જોની જુમાભાઇ મનસુરી/પીંજારા રહે.મોરબી મચ્છી પીઠ,ધાંચીવાડ, વાળાને રોકડા રૂ. ૧,૬૦,૫૦૦/તથા મોબાઇલ ફોન નંગ-૪ કી,રૂ.૧૬,૦૦૦/તથા ઘોડી પાસા નંગ-૧૦ કી.રૂ,૦૦/તથા ઘોડી પાસા ફેંકવાના ગ્લાસ નંગ-૬ કી,રૂ.૦૦/મળી કૂલ રૂ.૧,૭૬,૫૦૦/ના મુદામાલ સાથે કુલ છ આરોપીઓને પકડી પાડયા હતા.

જો કે આ દરોડા દરમિયાન તથા આરોપી નં-(૭) ઇમરાનભાઇ સલીમભાઇ મેમણ રહે.મોરબી ખાટકીવાસ તા.જી.મોરબી વાળો નાસી છૂટતા આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કરી. મોરબી એલસીબીએ ઘોડી પાસાનો જુગાર પકડવામાં સફળતા મેળવી આ મામલે એ ડિવિઝન પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.