Abtak Media Google News

ઝાલાવડ પંથકને નર્મદા યોજનાનો બહોળો લાભ મળતો હોય ૨૮૦૯૧ હેકટરમાં ઘઉનું વાવેતર

ઝાલાવાડમાં પંથકમાં ૭૦ ટકાથી વધારે નર્મદા યોજનાનો લાભ ખેત જમીનોને પ્રાપ્ત થતા જગ તાત ઘંઉ , જાર, એરંડા જેવા રોકડીયા પાક તરફ વળ્યો છે. જયારે ઝાલાવાડ પંથકમાં આ વર્ષે પિયત ઘંઉ ૨૮૦૯૧ હેકટર અને બીન પિયત ભાલીયા ઘઉનું ૧૧૩૨ હેકટરમાં વાવેતર નોંધાયું છે. પરંતુ તેની સામે ઘઉની નિકાસ વેળાએ હાલ સરકારે ટેકાના ભાવ રૂ ૩૬૮ જાહેર કરી દીધા છે. પરંતુ ઘઉની નિકાસ થતાંની સાથે ઓપન બજારમાં ઘઉના મણના રૂ ૩૭૫ થી ૪૦૦ ની આસપાસ બોલાઇ રહ્યા છે.

છેલ્લા ૩ દિવસથી ઝાલાવાડના વિવિધ માકેટીંગ યાર્ડોમાં દરરોજના ૪ થી પ ટ્રેકટર ઘઉનું વેચાણ કરી રહ્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ સરકારે છેલ્લા ૩ દિવસથી ઘઉના ટેકાના ભાવ રૂ ૩૬૮ જાહેર કરીને વેચાણ રજીસ્ટ્રેશન ખુલ્લુ મુકયું છે. પરંતુ ઘઉનું ઓપન માર્કેટ ઉચુ રહેતા જીલ્લાના યાર્ડોમાં એક પણ વેચાણ રજીસ્ટ્રેશન નોંધાયું નથી.ઝાલાવાડમાં નર્મદાના પાણીને લીધે ઘઉનું વાવેતર પુષ્કળ થયું છે. આથી જીલ્લાના માકેટીંગ યાર્ડોમાં ઘઉની ઢગલે ઢગલા ખડકાયા છે. પરંતુ ટેકાના ભાવની ખરીદી શરુ ન થતાં ખેડુતોને નુકશાન થઇ રહ્યું છે.

ત્યારે ઘઉ ભરેલા ટ્રેકટરો ખેડુતો પાછા લઇ ગયા હતા. જેમાં ખારવા, ગોમટા, વાઘેલા, બદલાણા, માળોદ, ખોલડીયાદ વગેરે ગામના ખેડુતોઘઉના ભાવ યોગ્ય ન મળતા ટ્રેકટરો લઇને પાછા ફર્યા હતા. સુ.નગર જીલ્લાના ઘઉના પોષણક્ષમ ભાવ પ્રશ્ને હોબાળા  મચતા ટેકાના ભાવે ખરીદીની માંગ ઉઠી છે. આથી સુ.નગર જીલ્લાના ખેડુતોને ટેકાના ભાવે ખરીદી કરવાની લાગણી અને માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.