Abtak Media Google News

સમઢીયાળા, ભાડેર, પાટણવાવ સહિતના વિસ્તાર ખેતર પાક નિષ્ફળ થતા ખેડુતો ચિતામાં

ઉપલેટા પંથકમાં છેલ્લા આઠ દિવસ થયા ભારે વરસાદને કારણે ખેતરોમાં અને પાકને મોટી નુકશાની થવા પામી છે. ખેતીમાં ઘોવાણ થતા ખેડતોમાં ભારે મુઝવણ છે. ખેડુતોની માંગ ઉઠાવી છે કે ઘોવાણ થયેલ જમીનનું તાત્કાલીક સર્વ કરી વળતર આપે ઉપલેટા પંથક તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ થયા ભારે વરસાદને કારણે ખેતીના પાકને તેમજ ખેતીમાં ભારે નુકશાની થઇ છે.

તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લા ત્રણ દિવસ થયા ભારે વરસાદને કારણે નંદિયાર તરીકે ઓળખાતી સીમ જમીનમાં ભારે વરસાદને કારણે ઘોવાણ થતા ઉભો પાક સંપૂર્ણ ફેલ થઇ ગયો છે.

તેમજ પાટણવાવ ગામની જમીનમાં ઘોવાણ થતાં પાકને ભારે નુકશાની થઇ છ જયારે બાજુમાં આવેલ ભાડેર ગામમાં છેલ્લા બે દિવસમાં વીસ ઇંચ વરસાદ પડતા હાલ પણ ખેતરોમાં ગોઠણ  ડુબ પાણી ભરાઇ ગયા છે.ગામના ખેતરો સંપૂર્ણ બેટમાં ફેરવાઇ જતા  પાક સંપૂર્ણ ઘોવાણ થઇ જતા નાશ થયો છે.

ખેતરોમાં પાણા દેખા ગયા એવા ઘોવાણ થઇ ગયા છે. ત્યારે સમઢીયા ગામના ખેડુત ભાવેશભાઇ રુપાપરાએ જણાવેલ કે અમારા ખેતરો વરસાદને કારણે સંપૂર્ણ ઘોવાઇ ગયા છે. માટી સાવ નીકળી જવાથી પાણા દેખાઇ ગયા છે.  પાક પણ ઘોવાણ થઇ ગયેલ છે ત્યારે અમારા વિસ્તારની સીમ જમીનના સર્વ કરી ઘોવાણ અને પાકનું વળતર  તાત્કાલીક આપે તેવી અમારી માંગ કરી છે.

ઉપલેટા ભાદર પટ્ટી  વિસ્તારોનાં ગામોમાં ઘરમાં પાણી ઘુસી જતા રોકડ સહાય આપવા માજી સાંસદ મણવરની માંગ

ઉપલેટાના ભાદર  પટ્ટી વિસ્તારનાં તલંગણા કુંઢેચ, મજેઠી, લાઠ સહિતના ગામોમાં પાણી ફરી વળતા આ ગામોનાં ઘણા ઘરોમાં પાણી ઘુસી જવાથી રાશનસહિતની સામગ્રી  ફેલ થઈ જતા  તેને રોકડ સહાય  આપવા માંગ  પૂર્વ સાંસદ  બળવંત મણવરે ઉઠાવી છે.

પૂર્વ સાંસદ  અને પૂર્વ મંત્રી બળવંતભાઈ મણવરે રાજય સરકારને એક પત્ર લખી ઉપલેટા પંથકમાં છેલ્લા આઠ દિવસમાં ભારે  વરસાદને  કારણે   ભાદર પટી વિસ્તારના ગામોનાં ઘરોમાં  પાણી ઘૂસી જવાને કારણે રોજ રોજનું કરીને ખાતા પરિવારો માટે  ગંભીર સમસ્યા  સર્જાઈ છે. ખેત મજુરો તેમજ ઘર  વખરી પલળી જવાથી તેમને રોકડ સહાય ચૂકવવા માંગણી ઉઠાવી છે.વધુમાં મણવરે  જણાવેલકે  હાલ  ખેતરોમાં 15  દિવસ પગ મૂકી શકાય તેવી સ્થિતિ નથી  ત્યારે  મજૂરો બેકારી અને ભુખમરો થાય તે પહેલા પગલા લેવા માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.