Abtak Media Google News

ગધેથરમાં 8 ઇંચ, સમઢીયાળા 7 ઇંચ, પાટણવાવ 6.5 ઇંચ, લાઠમાં 6 ઇંચ, મજેડી પ ઇંચ, ભિમોર પ ઇંચ, ઉપલેટા 4 ઇંચ, ભાયાવદર 3 ઇંચ

કુદરતની મહેરાનથી ઉપલેટા પંથકમાં ચોવીસ કલાકમા સર્વત્ર શિકાર વરસાદ નોંધાયો છે. જયારે પીવાનું પાણી પુરુ પાડતા બન્ને ડેમોમાં પાણીની ધીંગી આવક થતા લોકો ખુશ જોવા મળ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં ઉપલેટા પંથકમાં કોઇ જાનહાની વગર સમઢીયાળામાં 7 ઇંચ, પાટણવાવમાં 6.5 ઇંચ, લાઠમાં 6 ઇંચ, ભિમોરા પ ઇંચ, મજેઠી પ ઇંચ, ઉપલેટામાં 4 ઇંચ, ભાયાવદરમાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. તે ખેતી માટે ભારે આશીર્વાદ સમાન છે ઉ5લેટા પંથકમાં ર4 કલાકમાં સૌથી વધુ વરસાદ ગધેથર ગામે 8 ઇંચ નોંધાયો છે. જયારે શહેરને પીવાનું પાણી પુરુ પાડતા મોજ ડેમની સપાટી 40 ફુટે પહોંચી છે. જયારે વેણુ ડેમની સપાટી 48.55 ઉપર પહોંચી છે.

બન્ને ડેમમાં ચોવીસ કલાકમાં ધીંગી આવક થઇ છે જયારે મોજ ડેમ ઉપર ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. કોઇ નુકશાની વગર વરસાદ વરસતા ખેડુતો અને લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.