Abtak Media Google News

દેવસ્થાન સમિતિ અધ્યક્ષ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ખંભાળીયામાં બેઠકનું આયોજન

દેશ – વિદેશના હિન્દુ ભક્તોના કણકણમાં ભગવાન શ્રી દ્વારકાીશજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવતી ધ્વજાજીનું મહાત્મ્ય તેમજ સતત વધતી જતી ધ્વજારોહણની મહેચ્છા ને લઈને દરરોજની પાંચ ઉપરાંતની છઠ્ઠી ધ્વજાજીના કાયમી ધોરણે આરોહણ માટેનો નિર્ણય આવતીકાલ તા .11 મીએ સાંજે સાડા પાંચ કલાકે ખંભાળીયા ખાતે જિલ્લા કલેક્ટર તથા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોકકુમાર શર્માની અધ્યક્ષતામાં તથા સમિતિના ઉપાધ્યક્ષ તેમજ રીલાયન્સ ગૃપના ધનરાજભાઈ નથવાણીની સંભવત: ઉપસ્થિતિમાં મળનાર છે જેના એજન્ડામાં મંદિર શિખર પર છરી ધ્વજાજીના કાયમી ધોરણે આરોણનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને હોવાનું સબીધત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.

સાત મજલાના દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર 40 મીટર અને બાવન ગજની ઘવજાજીના મનોરથનું ધર્મમય વિશેષ મહત્ત્વ છે અને ધ્વજાજીની વ્યવસ્થા સંભાળતી ગુગળી જ્ઞાતિ પાસે વર્ષ 2024 સુધી ધ્વજાજીનું બુકિંગ ઘણાં વર્ષો પહેલાં હાઉસફુલ થયેલ .  જેને લઈને દેવસ્થાન સમિતિ પાસે છઠ્ઠી ધ્વજાજીની મંજૂરીનો પ્રશ્ન અવાર નવાર ચર્ચામાં રહે છે અને આ માંગને પહોંચી વળવા માટે દરરોજ પાંચ ધ્વજાજીના બદલે છ ધ્વજાજીનું આરોહણ થાય તે દિશા તરફ દેવસ્થાન સમિતિ વિચારાધીન હોવાથી તેમજ થોડા દિવસ પહેલાં જ ગુગળી જ્ઞીત મંત્રીએ પણ કાયમી ધોરણે છઠ્ઠછ ધ્વજાજી ચઢાવાય તે દિશામાં પ્રયત્નશીલ હોવાનો સંકેત આપયો હોય ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં ધ્વજાજીની સંખ્યા વધારવા મહત્ત્વનો નિર્ણય લઈ શકાય તેવી ઉજળી સંભાવનાઓ જોવાઈ રહી છે.

દેવસ્થાન સમિતિ ઉપાધ્યક્ષ ધનરાજભાઈ સંભવત: ઉપસ્થિત રહેશઆજેે સાંજે કલેકટર કચેરીએ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીની સંભવત: ઉપસ્થિતિમાં મળનારી મહત્ત્વની મીટીંગમાં દ્વારકા પ્રાંત અધિકારી અને મંદિર વહીવટદાર પાર્થ તલસાણીયા, જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેય તેમજ ટ્રસ્ટીઓ સુભાષભાઈ ભાયાણી, નટુભાઈ ગણાત્રા, મુરલીભાઈ પુજારી, રમેશભાઈ હેરમા, મૌલેશભાઈ ઉકાણી, પરાગભાઈ દાવડા સહિતના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેશે.

જગતગુરૂ સદાનંદજી મહારાજ અને પરિમલ નથવાણીનો છઠ્ઠી ધ્વજાના નિર્ણય અંગેં હકાત્મક અભિગમ

દ્વારકાના 12 કરોડ કૃષ્ણ ભકતોની ભાવ, ભકિત સેવા શ્રધ્ધાના સંગમ સમાન દ્વારકાધીશજીના શિખર ઉપર થતા ધ્વજાજી મનોરથની કુલ પાંચ ધ્વજાજીની જગ્યાએ નિત્ય ક્રમ  (રોજના) છ ધ્વજાજીનું આહોરણ થવાનો નિર્ણય થવા  જનાર છે.ત્યારે   દ્વારકા શારદા પીઠાધીશ્ર્વર સદાનંદજી મહારાજ અને દ્વારકાધીશજીના પરમ ભકત તથા રાજય સભાના સાંસદ અને  રીલાયન્સ ઉદ્યોગના મોભી પરિમલ નથવાણી પણ છઠ્ઠા ધ્વજાજીની તરફેણમાં નિર્ણય લેવાની દિશા તરફ અગ્રેસર હોવાનું જણાય રહ્યું છે.અત્રે એ બાબત પણ નોંધનીય છે કે આજે ઉપરોકત  નિર્ણય માટે બોલાવવામાં આવેલી બેઠકમાં  ધ્વજાજીના બુકીંગ તથા આહોરણની વ્યવસ્થા કરતી ગુગળી જ્ઞાતિની સંસ્થાના હોદેદારો ઈન્ચાર્જ પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, મંત્રી કપીલભાઈ એ પણ આ બેઠકમાં  ખાસ ચર્ચા વિચારણા કરવા માટે દેવસ્થાન સમિતિ દ્વારા ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાંઆવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.