Abtak Media Google News

વેણુ ડેમની સપાટી 49.50 પહોંચી 3 પાટીયા ખોલાયા, લાઠ ગામ સંપર્ક વિહોણું બનતા મામલતદાર દોડી ગયા

ઉપલેટા પંથકમાં સિંચાઇ અને પીવા માટે પાણી પુરુ પાડતા મોજ ડેમ છલકાઇ ગયો છે. જયારે વેણુ ડેમ 49.50 ની સપાટીએ પહોચતા બન્ને ડેમના દરવાજા ખોલાયા હતા. નિચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા શહેરની જુથ યોજનાના ગામોને પીવાનું પાણી પાડતાં મોજ ડેમ ગઇ કાલે  બપોર બાદ ભારે વરસાદને કારણે 44 ફુટે ઓવર ફલો થયો હતો. ડેમમાં પાણીની આવક જણાતા ક્રિમ મોજ ડેમના 1ર દરવાજા પાંચ ફુટ ખોલતા મોજ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

જયારે ગધેથર પાસે આવેલ વેણુ ડેમમાં પણ પાણીની આવક થતા ડેમ પ0 ફુટની સપાટી  પહોચતા ડેમના 3 દરવાજા બે ફુટ ખોલાયા હતા. વેણુ નદી બે કાંઠે આવે તો લોકો જોવા ઉમટયા હતા આજે સવારે 10 વાગે મોજ ડેમના ત્રણ દરવાજા અધો ફુટ ખુલ્લા રખાયા છે. પાણીની આવક નહિવત છે જયારે પાણટવાવ, મજેઠી, લાઠ, ઉપલેટામાં આઠ થી છ ઇંચ પાણી પાણી પડી જતા ખેડુતોના પાકને ભારે ફાયદો થયો છે.

લાઠ ગામ વિખુટુ પડયું

તાલુકાનું લાઠ ગામ ગઇકાલે બપોર બાદ ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં લાઠથી ઉપલેટા જવાના માર્ગ ઉપર તેમજ લાઠથી ભિમોરા જવાના રસ્તા ઉપર કમર બુડ પાણી ફરી વળતા લાઠ ગામ વિખુટુ પડી ગયું હતા. ઘટનાની જાણ થતાં જ મામલતદાર મહેશ ધનવાણી તેમની ટીમ લઇને દોડી ગયા શાઁતિ પૂર્ણ વરસાદ પડતા કોઇ જાનહાની થવા પામેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.