બ્રહ્માણી ડેમથી નવા સાદુળકા સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાખવાથી સિંચાઈનાં પાણીની ઘટ આવશે તેવો ખેડુતોનો મત

જિલ્લા કલેકટરને આવેદન: ખેડુતોના હિતમાં નિર્ણય નહી લેવાય તો આંદોલનની ચીમકી

મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામોના સરપંચ અને ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદન આપીને હળવદના બ્રાહ્મણી ડેમથી મોરબીના નવા સાદુંળકા ગામના પંપીગ સ્ટેશન સુધી પાઇપ લાઇન નાખવાનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના કહેવા અનુસાર આ પાઇપ લાઇન નાખવાથી ખેડૂતોની જમીનના ટુકડા થશે અને સિંચાઇની સુવિધા પણ બંધ થશે. તેથી આ બાબતે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો અચોક્કસ મુદતનું આંદોલન કરવાની ચીમકી આપી હતી.

મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામોના સરપંચ અને ખેડૂત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો  મોરબી જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવીને કલેકટર આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા હળવદના બ્રાહ્મણી – ૨ ડેમથી મોરબીના નવા સાદુંળકા ગામે એન.સી.૭ પંપિંગ સ્ટેશન સુધી પીવાના પાણીની લાઇન ધ્રાગધ્રા શાખા નહેરથી અલગ પાડી બ્રાહ્મણી -૨ ડેમથી નાખવાની તૈયારી કરી લીધી છે. બ્રાહ્મણી-૨ ડેમ આધારિત ધ્રાગધ્રા શાખા નહેર છે. બ્રાહ્મણી -૨ ડેમમાં જ્યાંથી પાણી આવે છે તે ઢાંકી લખતર (સુરેન્દ્રનગર)થી ૫૦ કિમીના અંતરે છે. ટેઇલ ભાગના કારણે બ્રાહ્મણી ડેમમાં ઓછી આવક હોય અને તેમાં પાણીનો સંગ્રહ થવાની શક્યતા જ નથી. કારણ કે ઉપરથી પાણી ચોરી થતી હોવાથી મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને કયારેય સમયસર પાણી મળતું નથી. તેથી જો આ પાઇપ લાઇન મારમતે મોટા પ્રમાણમાં પાણી લઈ જવામાં આવે તો ખેડૂતોના ખેતરમાં કેનાલની જમીન આપી હોવા છતાં સિંચાઈના લાભથી વિચિત રહેશે.

IMG 20190920 WA0017 IMG 20190920 WA0022

કારણકે, બ્રાહ્મણી ૨ ડેમમાંથી નદીના લાભાર્થી અને બ્રાહ્મણી -૧ ડેમ આધારિત હળવદ તાલુકાના ગામોને પીવાના પાણી આપવાની સુવિધા હયાત જ છે. ધ્રાગધ્રા શાખા નહેર અને બ્રાહ્મણી ૨ ડેમમાં પાણી ફૂલ સ્ટોરેજ થાય પછી જ નહેરના ટેઇલના ભાગમાં મોરબી અને હળવદ તાલુકાના ૨૨ ગામો પાણી આપવામાં આવે છે.જો બ્રાહ્મણી ૨ હેમમાં પાણી સ્ટોરેજ થતું ન હોય તો ખેડૂતોને પાણી ક્યાંથી મળે ? ખેડૂતોએ રોષભેર જણાવ્યું હતું કે, આ પીવાના પાણી માટે પાઇપ લાઇન નાખવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નહીં. જે બ્રાહ્મણી -૨ ડેમમાંથી પાણી નથી અને ત્યારે તેમાં પાઇપ લાઇન નાંખી પીવા માટે પાણી લઈ જવાશે તો ખેડૂત સિંચાઈ માટે શું કરશે ?

નવા સાદુંળકા ગામે પંપીગ સ્ટેશનમાં લાઇન પહેલે થી જ છે. છતાંય વધુ એક પાઇપ લાઇન નાખવાનો અર્થ શું ? આ ખોટા સરકારી નાણાંનો દુરુપયોગ જ થઈ રહ્યો છે. શુ સરકાર કે જે તે અધિકારીઓને વિશ્વાસ નથી કે તેઓ પાણી પૂરતું પહોંચાડી ન શકે, ખરેખર તો સરકાર અને જેતે  અધિકારીઓએ નહેરમાંથી પૂરતા પાણી છોડવું જોઈએ જેથી લોકોને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેથી સરકાર અને તંત્ર આ મુદ્દે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય  નહી લેતો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.