Abtak Media Google News

આજકલ વધતુ જતુ બેઠાડુ જીવન, ઓબેસિટી, ભોજનમાં નમકનો વધુ પ્રયોગ, વધતું જતું સ્ટ્રેસ, એક્સરસાઇઝનો અભાવ, ડાયાબિટીઝ વગેરે આપણને બ્લડ પ્રેશરના પ્રૉબ્લેમથી વધુ નજીક લાવે છે અને એક વખત લોહીની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું પછી વ્યક્તિને આ રોગનો ભોગ બનતી અટકાવી શકાતી નથી. જેમના ઘરમાં આ રોગ છે તેમણે ખાસ તેમની લાઇફ સ્ટાઇલ માટે સતર્ક રહેવું જરૂરી છે.

તો આવો આજે જાણીયે કેવા પ્રકારનો ખોરાક લેવાથી બ્લડ પ્રેશરના દર્દી માટે હિતાવહ છે :

બીટ :

તો છે બહુ ગુણકારી

બીટમાં નાઇટ્રિક ઍસિડ ખૂબ વધારે માત્રામાં હોય છે, જે લોહીની નળીઓને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. એક રિસર્ચમાં એ સાબિત થયું હતું કે બીટમાં રહેલું નાઇટ્રેટ ફક્ત ૨૪ કલાકની અંદર જ વધેલા પ્રેશરને ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે. બીટનું જૂસ હાઈ બ્લડ પ્રેશરમાં ઘણું ઉપયોગી છે. બીટને આખું જ ખાઓ તો બેસ્ટ ગણાય. જો કાચું ન ભાવતું હોય અને બાફીને કે સાંતળીને ખાવું હોય તો પણ ચાલે નહીંતર એને મિક્સરમાં પીસી નાખો અને ગાળીને એનું જૂસ બનાવી લો.

સ્કિમ્ડ મિલ્ક અને દહીં :

58176419

મલાઈ વગરનું પાતળું દૂધ કૅલ્શિયમનો સારો ર્સોસ છે. આ બન્ને વસ્તુઓ બ્લડ પ્રેશર ઓછું કરવામાં ભાગ ભજવે છે. જેમને દૂધ ન સદતું હોય તે દહીં ખાઈ શકે છે. અમેરિકન હાર્ટ અસોસિએશન એવું માને છે કે જે સ્ત્રીઓ અઠવાડિયાના પાંચ કે તેથી વધુ વાર દહીં ખાય છે તેના પર હાઈ બ્લડ-પ્રેશરનું રિસ્ક વીસ ટકા જેટલું ઘટી જાય છે.

કેળા :

kela 1

કેળામાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ હોય છે જે પોટૅશિયમ સોડિયમના પ્રમાણને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. કેળા બ્લડ પ્રેશરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી ફળ છે. વળી એ નૅચરલ ફૉર્મમાં છે એટલે સરળતાથી ઍબ્સૉર્બ થઈ શકે છે. જમવા સાથે કેળા લેવાં નહીં. સાંજે ૪ વાગ્યે કેળાં ખાઈ શકાય છે.

લસણ :

garlic

લસણ શરીરમાં નાઇટ્રિક ઍસિડનું પ્રમાણ વધારે છે, જેને લીધે હાઇપરટેન્શનને કાબૂમાં રાખવું સરળ બને છે. લસણને કારણે લોહીની નળીઓને પહોળી કરવી સરળ બને છે, જેને લીધે બ્લડ-પ્રેશર ઘણું કન્ટ્રોલમાં રહે છે.

ડાર્ક ચોકલેટ :

3 5c4261fed83bd

ચોકલેટ ખાવાનું જો કહેવામાં આવે તો બ્લડ-પ્રેશરના દરદીઓ ખુશ થઈ જશે; પરંતુ હકીકતે આ સાદી ચૉકલેટ નહીં, ડાર્ક ચોકલેટની વાત થઈ રહી છે જે કડવી હોય છે. પરંતુ આ કડવી ચોકલેટ ઘણી હેલ્ધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.