Abtak Media Google News

કેનાલમાં ગેરકાયદે મુકાયેલી બારી તાકીદે નહીં હટાવાય તો અનશન કરવાની ચીમકી

લખતરનું સવલાણા ગામ તાલુકા મથકથી ઉતર દિશામાં આશરે ૧૨ થી ૧૫ કિલોમીટર દુર આવેલું છે. આ ગામને નર્મદા કેનાલ ડી.૬ ધ્રાંગધ્રા માઈનોર કેનાલમાં જોડવામાં આવ્યું છે પરંતુ સવલાણા ગામથી પશ્ચીમ દિશામાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના લોકો દ્વારા ડી.૬ કેનાલમાં બિનકાયદેસર કેનાલ તોડી બારી મુકી દીધેલ છે.4 34આથી લખતર તાલુકાના સવલાણા ગામે પાણી પહોંચતું ના હોય લખતરના સવલાણા ગામના ખેડુતો પરેશાન થઈ ગયા છે અને વર્ષોની રજુઆત છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેનાલ તોડી પગલાં લેતા ના હોય લખતર તાલુકા ખેડુતો લખતર મામલતદારને આવેદન આપવા પહોંચી ગયા હતા. જયારે ખેડુતોએ આવેદનમાં જણાવ્યું છે કે જો તેમની સમસ્યાનો દિવસ બેમાં નિકાલ નહીં આવે તો લખતર મામલતદાર કચેરી સામે તેઓને અનશન પર બેસવાની ફરજ પડશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.