Abtak Media Google News

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં તબાહી સર્જી દીધી છે. ખાસ કરીને ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લામાં કેરી તથા અન્ય ખેત પાકોનો સોથ વળી ગયો છે. આંબા ધરાવતા ખેડુતોની આખા વર્ષની કમાણી ભુંજાઇ ગઇ છે.

આ વર્ષે કેરીનો પાક તો નિષ્ફળ ગયો સાથો સાથ આંબા પણ જમીનદોસ્ત થઇ જતા ખેડુતોને ખુબ મોટો ફટકો પડયો છે.આ અંગે ગીર સોમનાથ જીલ્લા ખેડુતો જણાવે છે કે વાવાઝોડાને કારણે ખેડુતોની ખુબ ભૂંડી હાલત થઇ છે.આજે કેનીંગવાળા રૂ. 100  નુ બોકસ માંગે છે. જે ખેડુતોને જરાય પરવડે તેમ નથી. હાલ કેરી વિણવા ખેડુતોને મજુરો પણ મળતા નથી. આવી કપરી પરિસ્થિતિમાં ખેડુતોએ સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી છે.

Img 20210519 Wa0065

જો સરકાર યોગ્ય સહાય કરે તો જ ખેડુતો બેઠા થઇ શકે તેમ છે. ગીર સોમનાથ જીલ્લાનું કોઇ ગામ એવું નથી જયાં નુકશાની ન થઇ હોય, મોટાભાગના આંબા તો જળમુળથી ઉખડી ગયા છે. કેરીના ખેડુતોનું આ વર્ષ તો ફેલ ગયું પરંતુ આંબા જમીન  દોસ્ત થઇ જતા આવતા બે-ત્રણ વર્ષ થોડા કપરા પસાર થાય તેમ જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.