Abtak Media Google News

સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇનના રાજકોટ સેન્ટરનો પ્રારંભ

NDI, NIFT, CEPT, NATA, વગેરેની સ્પર્ધાત્મક

પરીક્ષાઓ અંગે પણ માહિતગાર અને કાઉન્સિલિંગ કરવામાં આવશે

 રાજકોટમાં ફેશન અને ડિઝાઇન ક્ષેત્રે નવી કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સંચાર છે. હવે રાજકોટમાં રવિવારથી સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન નો પ્રારંભ થયો છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ન કેવળ ડિઝાઇનિંગ કે ફેશન ઇન્ડસ્ટ્રી માં કેરિયર બનાવવા માટે પણ સાથોસાથ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જેવી સંસ્થામાં એડમિશન માટે પણ અહીં તાલીમ આપવામાં આવશે.

રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ સંબોધતા સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન અમદાવાદ સ્થિત મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ પીઠડિયાએ જણાવ્યું હતું કે જયારે ફેશન ઇન્ડસ્ટ્રી બહુ ઝડપથી ગ્રો કરી રહી છે ત્યારે આ ક્ષેત્રે વિરૂપલ તક છે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે અમો રવિવારથી રાજકોટમાં આ ઇન્સ્ટિટ્યુટ નો પ્રારંભ કરી રહ્યા છીએ.રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ,આર્કિટેક્ચર તેમજ પ્રોફેશનલ કોર્સ માં રસ છે તેઓ

અમારે ત્યાં અમદાવાદ સુધી આવતા હતા પણ હવે તેઓને અમદાવાદ આવવું નહિ પડે કારણ કે અમે હવે અમે અમારી આ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે પણ શરુ કરી રહ્યા છીએ અહીં વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ,સ્ટડી અબ્રોડ,પ્રોફેશનલ પ્રોગ્રામ સહિતની ઇન્ફોર્મેશન આપવામાં આવશે.એ ઉપરાંત જે લોકોને આર્ટ અને આર્કિટેક્ચરમાં આગળ વધવું છે તેઓને પણ અહીં વિશેષ ઈન્ફોર્મેશન મળી રહેશે.

સ્કાયબ્લૂ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇનના રાજકોટ સેન્ટર હેડ અને ફેશન ડિઝાઇન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નિધિ તરૈયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં વિદ્યાર્થીઓમાં મોટું પોટેન્શિયલ છે પરંતુ તેઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળતું ન હતું.

નિધિ તેરૈયાએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને અને તેમના પરિવારને પરવડે તેવી ફી સાથે આ ઇન્સ્ટિટ્યૂટ શરુ કરી રહ્યા છીએ.અમને આશા છે કે અહીં વિદ્યાર્થીઓ એડમિશન લઈને પોતાની શ્રેષ કારકિર્દીનું નિર્માણ કરી શકશે.

આ ઇન્સ્ટિટ્યૂટના સર્જનાત્મક એક્ટીવીટી, ડિઝાઇનની શ્રેષ્ઠતા પર ફોકસ રાખવાથી સંસ્થાને માત્ર પ્રશંસા અને પ્રશંસા જ મળી નથી પરંતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને તેમના પરિવારનો વિશ્વાસ પણ જીત્યો છે.

આ સંસ્થા ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન, ફાઇન આર્ટસ, ફોટોગ્રાફી, પ્રોડક્ટ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇલસ્ટ્રેશનમાં વ્યાવસાયિક માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે..

સ્કાયબ્લુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઘણા વર્ષોથી NDI, CEPT, NIFT અને ખજઞ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે. અમારી ફેકલ્ટી NDI, NIFT, CEPT, NATA, વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશ્લેષણના આધારે અને સંબંધિત વિષયોમાં નવીનતમ વિકાસ અનુસાર વિશિષ્ટ અભ્યાસક્રમ સામગ્રીની રચના અને સંકલન કરે છે.

રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડિરેક્ટર શૈલેષ પીઠડીયા ,રાજકોટ સેન્ટર હેડ નિધિ તેરૈયા , ભાર્ગવ તેરૈયા ,ભાનુશંકર ભાઈ તેરૈયા ભગવતીબેન તેરૈયા, લીલાબેન,પ્રકાશ ભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.