Abtak Media Google News

જેતપુરના ધોરાજી રોડ પર આવેલી દ્રષ્ટી ટેકસ ટાઇલમાંથી સુરતમાં આલીશાન ક્રિએશન, અંબિકા ક્રિએશન અને દીપમાલા ક્રિએશન નામની પેઢી ધરાવતા પિતા-પુત્રએ નવ વર્ષ દરમિયાન ડ્રેસ મટીરિયલનું કાપડ ઉધરીમાં ખરીદ કરી ઉઘરાણી કરતા ખૂનની ધમકી દઇ સુરતની પેઢી બંધ કરી ફરાર થયાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ડ્રેસ મટીરિયલનું કાપડ ઉધારીમાં ખરીદ કરી પેમેન્ટ ન ચુકવી સુરતની પેઢી બંધ કરી પિતા-પુત્ર ફરાર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના આશિષભાઇ રમણીકભાઇ હિરપરા અને જીતુભાઇ બાવનજીભાઇ હિરપરાની દ્રષ્ટી ટેકસ ટાઇલ નામની કાપડની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા અને નવી લોહાણા મહાજનવાડી સામે મોનાર એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઇ ઉર્ફે દકુભાઇ હીરાભાઇ દગીયાએ સુરતમાં આલીશાન ક્રિએશન, અંબિકા ક્રિએશન અને દીપમાલા ક્રિએશન નામની પેઢી ધરાવતા જગદીશભાઇ ગોરધનભાઇ માંડાણી અને તેના પુત્ર મુકેશભાઇ માંડાણીએ 2014 થી 2023 દરમિયાન જુદી જુદી પેઢીના નામે ડ્રેસ મટીરીયલની ઉધારીમાં ખરીદી કરી રુા.94 લાખનું પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જગદીશ માંડાણી અને તેનો પુત્ર મુકેશ માંડાણી શરુઆતમાં ડ્રેસ મટીરીયલની ઉધારીમાં ખરીદી કરી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્ર્વાસ કેળવ્યા બાદ પોતાને ધંધો વધારવો છે અને છ માસની ઉધારીમાં વધુ માલની ખરીદી કરી પાંચ ટકા વધુ ભાવ આપવાની લાલચ દઇ આલીશાન ક્રિએશન માટે 59.80 લાખ, અંબિકા ક્રિએશન માટે રુા.13.94 લાખ અને દીપમાલા ક્રિએશન માટે19.13 લાખનું કાપડ ખરીદ કર્યા બાદ 2020માં ધંધામાં મંદી હોવાનું કહી પેમેન્ટ ચુકવતા ન હતા ત્યાર બાદ અવાર નવાર ફોન કરવા છતાં પેમેન્ટ ચુકવવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ હવે ઉઘરાણી કરસો તો જાનથી મારી નાખશુ તેવી મોબાઇલમાં ધમકી દેતા તેની તપાસ અર્થે સુરત રીંગ રોડ પર જે.જે.ટેકસ ટાઇલ માર્કેટના પાંચમાં માળે તપાસ કરવા ગયા ત્યારે તેની પેઢી બંધ હોવાથી દ્રષ્ટી ટેકસ ટાઇલ સાથે રુા.94 લાખની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેતપુર પોલીસ મથકના પી.આઇ. એ.એમ.હેરમા સહિતના સ્ટાફે સુરતના પિતા-પુત્ર સામે ઠગાઇ-વિશ્ર્વાસઘાત અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.