Abtak Media Google News

થોડા દિવસમાં ભાડું આપી દઈશ તેવું કહેતા મકાન માલિકે લમધારી નાખ્યો

જેતપુરમાં ભાદરના સામાકાંઠે રહેતા યુવાનને તેના જ મકાનમાલિકે લોખંડના પાઈપ વડે માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભાડું થોડા દિવસમાં આપી દેવાનુ કહેતા બે શખ્સો યુવક પર તૂટી પડતા હતા.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં સામાકાંઠે પટેલ ચોકમાં પુંજા રબારીના મકાનમાં ભાડે રહેતા મૂળ બિહારના મનીષ ક્રિષ્ના તિવારી નામના 24 વર્ષીય યુવકને તેના મકાનમાલિક પુંજા રબારી અને રોહિત રબારીએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ અંગે જાણ થતાં જેતપુર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં મનીષ તિવારીએ જણાવ્યું હતું કે મકાનનું ભાડું મોડું આપવાનુ કહેતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ માર માર્યાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.