Abtak Media Google News

બહોળી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિ: વ્રજ સમી ઝાંખીની પ્રતિતી કરાવી

પૂ .પા .108 ગોસ્વામી વ્રજરાજકુમાર જી મહોદયની કૃપા થી વીવાયઓ  રાજકોટ વુમેન્સ વિન્ગ દ્વારા ગત મહિના માં અ. સૌ.પૂ  પંક્તિ વહુજીની મંગલ ઉપસ્થિતિમાં “પ્રભુ ની નિત્ય સેવા ક્ર્મ” અંતર્ગત. એક સુંદર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. ક્રમશ: વીવાયઓ  રાજકોટ વુમેન્સ વિન્ગ ના પ્રમુખ જ્યોતિબેન ટીલવા દ્વારા તાજેતરમાં શ્રીનાથધામ હવેલીના સત્સંગ હોલ ખાતે વીવાયઓ રાજકોટ વુમેન્સ વિન્ગ દ્વારા  હોલી  ફૂલફાગ રસિયા ખેલનો ઉત્સવ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો. આ ઉત્સવ માં શહેરના વૈષ્ણવોએ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી અને વ્રજ સમી ઝાંખી ની પ્રતીતિ કરાવી હતી . આ તકે શ્રીનાથધામ હવેલીના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન ઉકાણી, ભાવનાબેન કોટડીયા, અને યમુના મંડળના વૈષ્ણવોની હાજરી પ્રેરણાદાયક રહી હતી. આ કાર્યક્રમ માટે વીવાયઓ ના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. જયારે વીવાયઓ  પ્રમુખ મિતુલભાઈ ધોળકિયા એ આ ઉત્સવને રંગેચંગે ઉજવવા માર્ગદર્શન પૂરું પડ્યું હતું અને સાઉથ ઝોન પ્રમુખ વિજયભાઈ સેંજલીયાં દ્વારા સુનિયોજિત આયોજન અને વ્યવસ્થા પ્રબંધની દેખરેખ નીચે સેન્ટ્રલ ઝોનના પલ્લવીબેન અને અન્ય વુમેન્સ વિંગ મેમ્બર્સનું યોગદાન સરાહનીય રહ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.