Abtak Media Google News

 

રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા રમાયેલ તાજાવાલા ટ્રોફી ફાયનલ જંગ રાજકોટ ગ્રામ્ય અને પોરબંદર શહેર વચ્ચે ખેલાયો હતો. અને રોમાંચક મેચમાં સૌરાષ્ટ્રનો વિજય થયો હતો.રાજકોટ રૂરલે ટોસ જીતી દાવ લઈ 50 ઓવરમાં 8 વિકેટે 270 રન કર્યા હતા. જેમા રૂષી પટેલે  95 દડામાં 11 ચોગ્ગા, 5 છગ્ગા સાથે અણનમ 114, સ્મીતરાજરાજાના  64 દડામાં  46 રન કેવીન જીવરાજાનીના  58 દડામાં  42 રન નીકેત જોષીના 40 અને બોલરો દેવેન્દ્ર પોરીયાએ 9 ઓવરમાં 3 વિકેટ માહીત ગોસ્વાલીયા, પ્રીયજીતસિંહે બે બે વિકેટ લીધી હતી.

બીજા દાવમાં પોરબંદરે  50 ઓવરમાં 7 વિકેટે 260 રન કર્યા હતા.  જેમાં જય મકવાણાએ 130 દડામાં 6 ચોગ્ગા સાથે અણનમ 106 રન કર્યા હતા. પ્રીયજીતસિંહ ચુડાસમાના 40, કરણ લગારીયા 30, શૈય; એક અને આદિભરાજે બે વિકેટ લીધી હતી.

રાજકોટ રૂરલ તાજાવાલા ટ્રોફી 22-23 ચેમ્પીયન બનતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુભાઈ શાહે વિજેતા ટીમને ટ્રોફી અને રનર્સ અપટીમને પુરસ્કાર આપ્યા હતા.રૂષી પટેને મેનઓફ ધી મેચનો એવોર્ડ રોકડ મહેન્દ્રભાઈ રાજદેવના હાથે એનાયત કરવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.