Abtak Media Google News

“૧૨:૪૫ કલાકે નગરપતિ પટેલે મોબાઈલ ફોની જયદેવને જાણ કરી કે નાગોરી બિલ્ડીંગમાં માણસોને ઈજા કરી બિલ્ડીંગને આગ લગાડી દીધી છે

ઉંઝા પીઆઈ જયદેવે સવારે સાત વાગ્યે પોલીસ સ્ટેશનમાં આવીને બંદોબસ્તના જવાનોને જરૂરી અને વ્યુહાત્મક સુચનાઓ આપી રવાના કર્યા. વ્યુહાત્મક સુચનાઓ એટલા માટે કે જનતાનો આક્રોશ ભયંકર રીતે ભભુકી રહ્યો હતો. તે જયદેવને ખ્યાલ આવી ગયો હતો તો વળી જનતા પણ કાંઈ દુશ્મન ન હતી. તેમજ દેશના તમામ નાગરીકો ભલે તે ધર્મ,જાતી ભેદ ગમે તે હોય પણ હતા તો તમામ હિન્દુસ્તાન ના જ નાગરીકોને ? વળી આ તોફાનો કેટલો લાંબો સમય ચાલે તે પણ નકકી ન હતુ. તેમાં પણ જો ભુલેચુકે પોલીસ બેમાંથી એક કોમની પક્ષકાર બને અથવા કોઈ એક પક્ષ પોલીસને જ વિરોધી ગણવા માંડે અવા સંજોગો વસાત બન્ને કોમ પોલીસની જ વિરોધી બની જાય અને મદદગાર ન માને તો પરિસ્થિતી અતિ વિકટ બની જાય, અને આવા સંજોગોમાં બહારથી વધારાની કુમુક તાત્કાલીક મળવા ઓછો સંભવ હતો કેમ કે સમગ્ર રાજય બંધ હતુ, આવા સંજોગોમાં લાંબા સમય સુધી મેદાનમાં ટકી રહેવુ પણ જરૂરી હતુ.

ગોધરા ખાતેના સાબરમતી એકસપ્રેસ ટ્રેન સળગાવવાના કાંડના આરોપીઓ લઘુમતી કોમના જ હતા; જેથી સહજ છે કે જનતાનો આક્રોશ લઘુમતી કોમ તરફ જ રહેવાનો હતો. કેમ કે આવા કોમવાદી બીજ તો ગુલામીકાળમાં  અંગ્રેજોએ શાસન છોડતા પહેલા જ વાળ્યા હતા. વળી અંગ્રેજોએ દેશનું વિભાજન પણ ધર્મ આધારીત ભારત-પાકિસ્તાનએ રીતે કરેલુ. આઝાદી પછી કટ્ટરધર્મ ઝનુની પાકિસ્તાને ભારત ઉપર ત્રણ વખત કાશ્મીરના નામે યુધ્ધ લાદેલુ અને ત્રણેય યુધ્ધમાં તેનો ધોર પરાજય જ થયેલો આથી આ પાકિસ્તાને નાપાક પ્રવૃતિરૂપે આંતકવાદ-ત્રાસવાદરૂપે ચોથુ પરોક્ષ યુધ્ધ શરૂ કર્યુ જેમાં તેમણે આંતકવાદીઓને તાલીમ આપી ઉશ્કેરણીઓ કરી ભારતની બહુમતી કોમ હિન્દુ ને  જ તારગેટ બનાવી. આ આતંકવાદી હત્યાઓમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈ એસ. આઈ તેમના દેશના ત્રાસવાદીઓની સાથે ભારતના અમુક વંઠેલ અને દેશદ્રોહીઓ જેઓ લઘુમતિ કોમમાંથી આવતાહતા. તેનો પણ ઉપયોગ કરતા હતા અને ભારતમાં ત્રાસ ફેલાવતા હતા. તો વળી ભારતમાં પણ અમુક મતભીખુ રાજકારણીઓ ધર્મ આધારીત મતબેંકો ઉભી કરતા જનતામાં આ રીતે આ કોમવાદી આંતક સામે ઉગ્ર આક્રોશ ઉભો થયો હતો.

જો કે ગોધરાની તો વાત જ જુદી હતી. ત્યાંના આવા ગુનેગારો પાકિસ્તાની સંપર્ક વાળા કોમવાદી હતા. આ રીતે કાંઈ સમગ્ર રાજયના તમામ લઘુમતીઓ તેવા ન હોય; પણ મનોવિજ્ઞાનના સિધ્ધાંત મુજબ મોબસાયકોલોજી એટલે કે ટોળાને કોઈ બુધ્ધિ જ હોતી નથી.

આથી જયદેવે પ્રથમ ઉંઝાના કયા કયા વિસ્તારોમાં લઘુમતી કોમ રહે છે. તેનું તારણ કાઢતા કોઈ ખાસ વિસ્તાર જ લઘુમતીની વસ્તીવાળો હોય તેવુ ન હતુ. પરંતુ ઉંઝાના જુના વિસ્તારો જેવા કે લાલ દરવાજા, ગુરૂમહારાજ ચોક, ઉમીયામાતા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ મીશ્ર વસ્તી રહેતી હતી. આથી તે વિસ્તારોમાં પ્રમાણમાં વધુ બંદોબસ્ત ગોઠવ્યો અને પોતે પણ તે વિસ્તારોમાં સરકારી જીપ ક્ે જેનું વાયરલેસ કોલસાઈન નામ ઉંઝાવન હતુ તે લઈને નીકળ્યો. પરિસ્થિતી જોતા સમગ્ર શહેર બંધ તો હતુ જ પરંતુ એવુ લાગતુ હતુ કે જનતા પોત પોતાની દુકાનો કારખાના ઓફીસો બંધ કરીને રોડ ઉપર આવી ગઈ હોય ! અરે ઘર પણ બંધ કરી રોડ ઉપર આવી ગયા હોય તેમ જણાતુ હતુ. સમગ્ર બજાર અને જાહેર રસ્તાઓ ઉપર જનતાના ટોળેટોળા વળેલા હતા. પરિસ્થિતિ એવી હતી કે બજારમાંથી વાહન લઈને જવુ તો ઠીક પણ ચાલીને જવુ પણ મુશ્કેલ હતુ.

જયદેવ ધીમે ધીમે ગુરૂ મહારાજ ચોક, લાલા દરવાજા અને ઉમીયા માતા વિસ્તારમાં પહોંચ્યો, ત્યાંં હજુ શાંતિ હતી.

કલાક ૧૦/૧૫ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમમાંથી વાયરલેસ મેસેજ આવ્યો કે બંદોબસ્તના તમામ પોલીસ અધિકારીએ એક એક વિડીયોગ્રાફર બનાવની વિડીયોગ્રાફી કરવા માટે સાથે રાખવા. હવે પ્રશ્ર્નએ હતો કે પોલીસ સ્ટેશનમાં તો કોઈ સરકારી વિડીયોગાફર કે સાઘનો તે સમયે રહેતા નહિ. બીજી વાત બંધ ને કારણે તમામ વિડીયો ગ્રાફરની દુકાનો બંધ હતી. મોબાઈલ ફોનથી અમુક આવા ધંધાર્થીઓનો સંપર્ક કરતા તેમણે કહ્યુ “સાહેબ માણસો જ કોઈ નથી અને હોય તો આવા સંજોગોમાં આવવા પણ કોઈ તૈયાર થાય નહિ ! “વળી માનો કે વિડીયોગ્રાફર આવી જાય તો મોટો પ્રશ્ર્ન એ રહેતો કે જીપ ઉંઝા વનની કેપીસીટી જ ચાર વ્યકિતની હતી. એક ગેસગન વાળો કોન્સ્ટેબલ, બીજા એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ, ત્રીજો વાયરલેસ ઓપરેટર કોન્સ્ટેબલ તો હતા જ જો વીડીયોગ્રાફર આવે તો પછી બંદોબસ્ત માટેના સશસ્ત્ર જવાનો ને કયાં બેસાડવા ? ઉપરાંત ખીચોખીચ રીતે પણ વધારે બેસાડી શકાય તેમ ન હતા કેમ કે જીપમાં તોપના નાળચા જેવી ગેસ ગન તેગનના સેલ અને હેન્ડ ગ્રેનેડ ગેસ સેલના બોકસ અને વધારામાં વાયરલેસ સેટ અને તેની બેટરીઓથી જીપ ભરેલી જ હતી. વળી એક રાયટર કોન્સ્ટેબલ અમુક ખાસ ગુપ્ત કાર્યવાહી માટે ડીસ્ટાફ જવાનો ની પણ જરૂરત પડે માનો કે રાયટર અને ડીસ્ટાફ ને રાયફલો પકડાવો તો પણ જીપ માં કેમ બેસાડવા? આમ છતા પોલીસ તેની કાર્યવાહી અને વહીવટ ગમે તેવા સંજોગોમાં કર્યે જાય છે. તે રીતે જયદેવે પણ વચગાળાનો રસ્તો કાઢીને પોતાનું કામ ચલાવવાનું હતુ. જો કે વિડીયોગ્રાફરનો તો મેળ પડયો જ નહિ.

મહેસાણા કંટ્રોલરૂમે કલાક ૧૦/૫૬ વાગ્યે ઉંઝા પોલીસ સ્ટેશનમાં વર્ધી આપી કે પેન્થર મોબાઈલ અને એટીએસ મોબાઈલે તાત્કાલીક ગાંધીચોકમાંથી પહોંચી જવુ તેવો હુકમ (ડીસ્પોલ સાહેબ) પોલીસવડાએ કરેલ છે. આ વર્ધી મેસેજ જયદેવે પોતાની જીપમાં રહેલ વાયરલેસ સેટથી સાંભળ્યો.

આ સાંકેતીક નામો વાયરલેસ માટેના હતા જેમ કે ડીસ્પોલ એટલે જિલ્લા પોલીસવડા પેન્થર મોબાઈલ એ ડીવાય એસ.પી. એસ.સી.-એસ.ટી. સેલની મોબાઈલનું નામ હતુ હવે આપણે આ એસ.સી. એસ.ટી.સેલના ડીવાય એસ.પી. ને ટુંકા નામ પેન્થર સર તરીકે જ ઉલ્લેખ કરીશુ. એ.ટી.એસ. મોબાઈલ એટલે જિલ્લાનો મહેસાણા ખાતેનો ખાસ એન્ટી ટેરરીસ્ટ સ્કોડની મોબાઈલ અને કિંગ મોબાઈલ એટલે જિલ્લાના પોલીસવડાની મોબાઈલ હતી.

આ કલાક ૧૦/૫૬ વાળી કંટ્રોલરૂમની વર્ધી સાંભળી ને જયદેવ પેન્થર સરને ત્યાં નજીકનાં જ ઉમીયા માતા ચોકમાં મળ્યો અને જયદેવે તેમની જોડે ચર્ચા કરી કે અત્યાર સુધી જાળવી રાખેલો મામલો હવે હાથમાં રહે તેવા કોઈ સંજોગો નથી જણાતા અને હવે ગમે ત્યારે ભડકો થવાની ભીતી વ્યકત કરી.

આથી કલાક ૧૦/૫૮ વાગ્યે પેન્થર સરે મહેસાણા કંટ્રોલરૂમને વાયરલેસની વરધી મોકલી કે મહેસાણા ખાતેથી જે રીઝર્વના જવાનો ઈમરજન્સી માટે રાખેલ છે. તેમને એક વાહનમાં તાત્કાલીક ઉંઝા રવાના કરી જાણ કરવી અને વધુમાં ઉંઝા ખાતે એડવાન્સમાં જ ફાયર ફાયટરો મોકલી આપવા જણાવ્યુ જયદેવની ચર્ચાના ભાવી એંધાણ કે ફોરકાસ્ટીંગ માટે આગવી વ્યવસ્થા રૂપે આ આયોજન થયુ.

પરંતુ પછી તુરત જ ઉંઝા પોલીસ સ્ટેશન વાયરલેસ સેટ દ્વારા મહેસાણા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી કે ઉંઝા ટાઉનમાં છુટા છવાયા આગજનીના બનાવો બનેલ છે અને બંદોબસ્ત ચાલુ છે.

જયદેવ કોમી સંવેદનશીલ વિસ્તારમાં ઉંઝા વન મોબાઈલમાં પેટ્રોલીંગ ફરતો હતો અને ટોળાઓને વિખેરાઈ જવા અને શાંતી જાળવવા સમજાવતો જતો હતો સાથે સાથે વાયરલેસ સેટ ઉપર પસાર થતા સંદેશોઓ પણ સાંભળતો જતો હતો જેથી આગળ હવે શું કાર્યવાહી કરવી તેનો ખ્યાલ આવે. પરંતુ પરિસ્થિતી એવી હતી કે આભ ફાટયુ હોય ત્યાં તેને થીગડા કેમ મારી શકાય ? લોકો સામુહિક રૂપે જ રોડ ઉપર આવી ગયા હતા અને ઝનુન પુર્વક આક્રોશ વ્યકત કરી રહ્યા હતા. આ સંજોગોમાં ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૪૪ કે અશ્રુવાયુ કે લાઠી ચાર્જ તેની ઉપર  અસર કરે તેમ ન હતા છતા જયાં સુધી તેઓ હિંસક ન બને ત્યાં સુધી છંછેડવા એટલે કે આવા અશ્રુવાયુ કે લાઠીચાર્જ કરી ઉશ્કેરવા પણ ન હતા કેમ કે એક વખત આનો ઉપયોગ શરૂ થાય તો તુર્ત જ જબ્બરદસ્ત ભડકો થાય અને ખાંચા ગલીમાં જનતા પોલીસનું જ યુધ્ધ શરૂ થઈ જાય કે જેમાં આ મર્યાદીત પોલીસ દળ ને પીછે હઠ કરવા સિવાય કોઈ વિકલ્પ ન રહે અને પછીની કોમી દંગલની પરિસ્થિતીની કલ્પના કરી શકાય તેમ ન હતી. આથી જયદેવે નકકી કર્યુ કે જયાં સુધી સમતોલન જળવાય રહે ત્યાં સુધી તે જાળવી રાખવુ, જનતાનો આવો આક્રોશ અમુક સમય સુધી જ સીમીત રહેતો હોય છે.

દરમ્યાન કલાક ૧૨/૦૪ વાગ્યે જિલ્લા ટ્રાફીક શાખાની મોબાઈલે ઉંઝા આવી ગયાની જાણ કરી. તેમને હવે કયો મોરચો આપવો તે નકકી કરવાનું કામ પેન્થરસરનું હતુ. જો કે ટ્રાફીક મોબાઈલ પણ આ માહોલમાં કાંઈ ભાલા મારી શકે તેમ ન હતી.

કલાક ૧૨/૧૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝા પોલીસ સ્ટેશન વાયરલેસ ઉપર જાણ કરી કે ઉંઝા રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેટ બેંકની રૂપીયા પચ્ચિસ કરોડની કેશ-કરન્સી ચેસ્ટ પેટીઓ ઉતરેલ છે જે લેવા સારૂ એસ્કોર્ટ માટે મંજુરી આપવામાં આવે છે. તે સમય દરમ્યાન તો સમગ્ર ઉંઝા શહેરમાં તોફાનો  ચાલુ થઈ ગયા હતા અનેક જગયાએથી જયદેવ ઉપર તે અંગેના ફોન આવવા લાગ્યા હતા. પરંતુ હજુ સુધી મારામારી કે ઈજાનો કોઈ બનાવ બન્યો ન હતો. ભાંગફોડ અને દુકાનો સળગાવવાના બનાવો બનવા લાગ્યા હતા.

આથી જયદેવે ઉંઝા સેક્ધડ મોબાઈલને આ રૂપીયા પચ્ચીસ કરોડની કરન્સીચેસ્ટને રેલ્વે સ્ટેશનેથી બેંકે પહોંચાડવા વાયરલેસથી જાણ કરી પરંતુ સેક્ધડ મોબાઈલે જણાવ્યુ કે તેઓ રેલ્વે સ્ટેશને જઈ શકે તેવી સ્થિતીમાં જ નથી.

આથી જયદેવે પી.એસ.ઓ.ને કહ્યું કે રીઝર્વમાં ઈમરજન્સી માટે રાખેલા છેલ્લા પાંચ સશસ્ત્ર જવાનોને રેલ્વે સ્ટેશને તાત્કાલીક મોકલી આપવા અને સાથે સાથે બેંકના અધિકારીને ત્વરીત વાહનની વ્યવસ્થા કરી રેલ્વે સ્ટેશને પહોંચવા જણાવી દીધુ. નસીબ સંજોગે આ કરોડો રૂપીયા સહિસલામત રીતે તોફાને ચડેલાઓની નજર બહાર ચુપચાપ બેંકમાં પહોંચાડી દીધા.

કલાક  ૧૨/૪૫ વાગ્યે નગરપંચાયત પ્રમુખ પટેલે મોબાઈલ ફોનથી જયદેવને જાણ કરી કે નગરપાલીકા પાછળ આવેલ નાગોરી બિલ્ડીંગમાં માણસોને ઈજા કરી મકાનને આગ લગાડી દીધી છે અને તે સળગતા મકાનમાં માણસો ફસાયેલા છે અને હિંસક સશસ્ત્ર ટોળાઓ મકાનની ફરતે હથીયારો સાથે ફરી રહ્યા છે.

જયદેવ તે સમયે લઘુમતી બહુમતી મીશ્રીત  વસ્તીવાળા વિસ્તાર; લાલ દરવાજા, ગુરૂ મહારાજ મંદિર વિસ્તારમાં બંદોબસ્ત જાળવી રહ્યો હતો.

ભૌગોલીક રીતે જોઈએ તો હાઈવેથી ઉંઝામાં પ્રવેશ કરીએ તો મુખ્ય બજારમાં પ્રથમ માર્કેટ યાર્ડ આવે તે  પછી ફલકુ નદીનો પુલ આવે તે પછી ઉંઝા નગર પંચાયનું બિલ્ડીંગ આવે અને તે પછી ગામનો મુખ્યગાંધી ચોક આવે. નગરપંંચાયત બિલ્ડીંગ ની પાછળથી ફલકુ નદી પસાર થાય છે. તેના કાંઠે થોડા ઘણા મકાનો આવેલા છે. જેમાં આ નાગોરી બિલ્ડીંગ ત્રણ માળનું પાકુ મકાન હતુ. અહિં આ સિવાય લઘુમતીઓની કોઈ ખાસ વસ્તી ન હતી. પાછળથી જાણવા મળેલ કે આ નાગોરી કુંટુબ ઉદેપુર રાજસ્થાનથી સિતેરેક વર્ષ પહેલા લુહારી કામ માટે ઉંઝા આવેલુ અને અહિં જ સ્થાયી થઈ ગયેલુ.

આ ટેલીફોનિક માહિતીની વાત જયદેવે તુર્તજ પેન્થર સરને કરી, આથી તેમણે જયદેવને કહ્યુ “હું અહિં મોરચો સંભાળુ છું તમે નાગોરી બિલ્ડીંગે જઈ બચાવ કામગીરી કરો. જયદેવે માહોલની ગંભીરતા ને ધ્યાને લઈ તુર્તજ ઉંઝા વન જીપ લઈને ગાંધી ચોક જવા નીકળ્યો. બજારોમાં અભુતપુર્વ અફડા તફડી ચાલુ હતી. પરંતુ નાગોરી બિલ્ડીંગે તાત્કાલીક પહોંચવુ જરૂરી હતુ. તેથી તે કયાંય રોકાયા સિવાય ગાંધી ચોકમાં આવ્યો. ચોકમાં જોયુ તો સળી પણ મુકી શકાય નહી તેવી ભીડ હતી પરંતુ જયદેવે વ્યુહાત્મક રીતે જીપને નગરપંચાયત પાસે લીધી.

જયદેવે જોયુ તો નાગોરી બિલ્ડીંગની ફરતે હજારો માણસો હતા. અરે ફલકુ નદીના પટમાં અને ફલકુ નદીના પુલ ઉપર પણ ટોળે ટોળા દેકારો અને હંગામો મચાવી રહ્યા હતા. આ બાજુ નાગોરી બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. જયદેવે રસ્તામાં ઉભેલી મેદનીને ધીમે ધીમે ખેસવીને નદી કાંઠા તરફ આવેલ નાગોરી બિલ્ડીંગે પહોંસ્યો. રસ્તો ખુબ જ સાંકડો અને કાંઈક બાંધકામ ચાલતુ હોય રોડ ઉપર ખીલાસરીના ઢગલા પણ પડયા હતા. આ બિલ્ડીંગના નીચેના માળનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને ત્યાં લોહી પડયુ હતુ. નીચેના માળના રૂમોનો સામાન ભડકે બળતો હતો. આથી જયદેવે અનુમાન કર્યુ કે દરવાજા ઉપર જ મારામારી શરૂ થઈ હશે. ખાનગી રીતે જાણવા મળ્યુ કે આટલી મોટી જન સંખ્યા ને કારણે ઘરના સભ્યો અને ઈજા પામનાર યુવાન કે જેને પગ અને જાંઘના ભાગે ગંભીર ઈજાઓ તિક્ષ્ણ હથીયાર દ્વારા થયેલ છે તે પણ ત્રીજા માળે જતો રહેલ છે અને ઘરના સભ્યો આશરે વિસ કે પચ્ચિસની સંખ્યામાં હશે. જયદેવે ઘર બહાર આજુબાજુ નજર ફેરવી અને માહોલ તથા પરિસ્થિતી જોતા પોતે અને સાથેના પાંચેક જવાનો આ પચ્ચિસેક વ્યકિત જેમાં અમુકને ઈજા પણ હોય તેને બજારમાંથી ચાલી ને પોલીસ સ્ટેશને લઈ જઈ શકે તેમ નથી. આથી તેણે આ સમગ્ર પરિસ્થિતીની વિગત મોબાઈલ ફોની ઉમિયા માતા વિસ્તારમાં રહેલા પેન્ર સરને આપી અને જણાવ્યુ કે ભોગ બનનાર માણસો ને પોલીસ સ્ટેશને લઈ જવા માટે ઉંઝા સેક્ધડ મોબાઈલ વાનને અહિં મોકલવી કેમ કે બંદોબસ્ત ઈન્ચાર્જ તેઓ હતા.

થોડી વારમાં જ ઉંઝા સેક્ધડ મોબાઈલ લઈને ફોજદાર ચૌધરી આવી ગયા, પરંતુ વાન નગરપંચાયત પાસે આવીને અટકી ગયુ કેમ કે એક તો રસ્તો સાંકડો અને તેમાં વળી રસ્તા ઉપર ખીલાસરી તથા રેતી માટી પડેલા હતા અને ખીચોખીચ પબ્લીક તો હતી જ. આ વાન ટાટા ૪૦૭નું ૧૨ માણસોની ક્ષમતા વાળુ લાઈટવાન હતુ.

ફોજદાર ચૌધરીએ જયદેવ પાસે આવીને પુછયુ “હવે કેમનું કરીશું ? વાન તો અંહી સુધી આવી શકે તેમ નથી જયદેવે કહ્યુ  તમે વાનને વાળીને રીવર્સમાં ધીમે ધીમે જયાં સુધી આવે ત્યાં સુધી લાવો બાકી હવે બીજુ વિચારીશું તોે આ આગ તો નાગોરી બિલ્ડીંગને લબકારા લેતી બીજા માળ સુધી પહોંચી ગઈ છે. ફાયર બ્રીગેડનું કાંઈ ઠેકાણું નથી અને તેની રાહ પણ જોવાય નહિ હવે તો “હિંમતે મર્દા તો મદદે ખુદા તે કહેવત મુજબ સાહસ કર્યે જ છુટકો.

ચૌધરીએ વાનને વાળીને રીવર્સમાં લેવડાવી તેમ છતા નાગોરી બિલ્ડીંગથી પચ્ચિસેક મીટરનું અંતર બાકી રહી ગયુ. આથી જયદેવે આ પચ્ચિસ મીટર અંતરની આજુબાજુ તથા નાગોરી બિલ્ડીંગની નજીક ઉભેલી જનમેદનીને શામદામ અને ભેદની રીતે મામલો બીચકે નહિ તે રીતે દુર ખદેડી દીધી. પણ મેદની દુર જઈને પણ ઉભી જ રહી. જયદેવે જે પાંચ સાત સશસ્ત્ર જવાનો હતા. તેમને આ વાન અને બિલ્ડીંગ વચ્ચેના પચ્ચીસ મીટર અંતરની બંને તરફ ગોઠવી દઈ કોઈ ભોગ બનનાર ઉપર ઓચિંતો હુમલો ન કરી દે તે માટેનું આયોજન કર્યુ.

જયદેવ નાગોરી બિલ્ડીંગના દરવાજા પાસે આવ્યો. મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાંજ બંને માળ ઉપર જવાનો બારોબારનો  પાકો દાદરો હતો. જયદેવે દાદરા પાસેથી ઉપર જોયુ તો નાગોરી કુંટુબના સભ્યો ત્રિજા માળે ડોકાતા હતા તેને જયદેવે નીચે વાહન તૈયાર રાખ્યાનું જણાવી આવી જવા આહવાન કર્યુ. પરંતુ પોલીસ આવ્યા પહેલા બનેલ બનાવથી તેઓ ખુબ જ હેબતાઈ ગયા હતા અને ત્રીજા માળે ઉભા ઉભા પણ આ બહારનો હાલનો માહોલ જોઈ રહ્યા હતા. તેથી સહજ રીતે ગભરાયેલા હતા. તેથી તેમણે નીચે આવવાની ચોખ્ખીના પાડી દીધી અને કહ્યુ કે મકાનને લાગેલ આગ બુઝાવી દયો બહાર નહિ આવીએ જયદેવે કહ્યુ ફાયર બ્રીગેડ આવેલ નથી અને આવે તો આ ખાંચામાં અંદર આવી શકે તેમ પણ નથી વળી આ આગ ઝડપથી પ્રસરી રહી છે. બીજા માળે તો પહોંચી ગઈ છે. નીચે અમે તથા સશસ્ત્ર જવાનો તમારા રક્ષણ માટે છીએ જ આથી નીચે આવી જવામાં જ સલામતી છે. તેમ છતા ગભરાયેલા આ લોકોએ નીચે આવવાની ના પાડી દીધી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.