Abtak Media Google News

આપણા શરીર પર ત્વચા હોય છે તેજ રીતે વૃક્ષને છાલ હોય છે ત્વચાની જેમ વૃક્ષની છાલ પણ રક્ષણાત્મક સ્તર છે. હાલની બરાબર નીચે ક્રેમ્બિયમ નામનું પાતળુ સ્તર છે. કેમ્બિયનઝાડના પડનો એક માત્ર ભાગ છે. જે જીવંત-વિકસતાં કોષો ધરાવે છે. તેને કારણે જ થડ, ડાળીઓ અને મૂળ સમય જતા વિકસીને જાડા બને છે. વૃક્ષની મજબૂત બાહુ અને આંતરીક છાલ ક્રમ્બિયમને હવામાન, જીવડાં, પ્રાણીઓ અને રોગો કરી શકે તેવા સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપે છે. તેથી જ આપણે જો વૃક્ષની થોડી છાલ કાઢી નાખીયે તો તે જીવી જાય છે.પરંતુ વધુ પડતી છાલ કાઢવામાં આવે તો વૃક્ષ મરી જાય છે. આયુર્વેદીકમાં અમુક દવા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે. વૃક્ષના પાંદડા-ફળ તેની ડાળીનો રસ દવા તરીકે ઉપયોગ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.