Abtak Media Google News

એકસ્ટ્રા ચેરીટલ અફેર્સ કે વ્યાભિચાર માટે માત્ર પુરૂષ જ જવાબદાર નહીં

સુપ્રિમ કોર્ટે સેકશન ૪૯૭ની એક અરજીને ખારીજ કરતા જણાવ્યું કે જો સમોવડી છે. તેવું આપણે કહીએ છીએ અને માનીએ છીએ તો વ્યભિચારના મામલે પણ સ્ત્રીને દોષિત ગણી શકાય.

Advertisement

આઇપીસીમાં વ્યભિચારની જોગવાઇને રદ કરવાની માંગણીની સુનાવણી  શરુ કરતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, લગ્નેતર સંબંધો કે એક કરતા વધારે પુરુષ-સ્ત્રી સાથેના સંબંધોએ વ્યભિચાર ગણાય. અને આ વ્યભિચારના પુરૂષ જેટલો ગુનેગાર છે.

તેટલી જ સ્ત્રી પણ ગુનેગાર છે માટે તેને વ્યભિચારની જોગવાઇમાં કોઇ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં.

સીજેઆઇને બેંચ દિપક મિશ્રા અને જસ્ટીસ આર.એફ. નરીમાન, અ.એમ.ખાનવેકર, ડી.વાય. ચંદ્રમુડ અને ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું કે વ્યભિચારનો મુદ્દો માત્ર સ્ત્રી કે પુરૂષ નો નથી પરંતુ તે એક સમાજનો મુદ્દો છે. વ્યભિચાને કારણે છુટાછેડાનું પ્રમાણ વધી જાય છે. અને લોકો ગેરમાર્ગે દોરાય છે જો કોઇ પરણીત વ્યકિત તેના સાથીના વ્યભિચારની કમ્પલેન કરી તો તેના ઉપર કાનુની કાર્યવાહી થઇ શકેછે. કાયદામા આ અંગે જોગવાઇ પણ છે કે વ્યભિચાર કરનારને પાંચ વર્ષની કેદની સાથે સાથે દંડ પણ ભોગવવો પડે છ. જો કે આ કિસ્સામાં પુરૂષ અને સ્ત્રીને સમાન ગણાય તે યોગ્ય છે.

પુરૂષ પ્રધાન સમાજમાં વ્યભિચાર માટે માત્ર પુરૂષોને જ જવાબદાર ન ગણાવા જોઇએ બંને આ બાબતે મુકત છે.

વધુમાં જસ્ટીમ નરીમને કહ્યું કે, ઘણા બધા પુરૂષોની એવી ફરીયાદ હોય છે કે તેમની પત્નીઓ તેમને વફાદાર નથી. માટે હવે બંનેને સમાન ગણી સજાની જોગવાઇ કરાશે.

તો બીજી તરફ સીજેઆઇ મિશ્રા અને ચંદ્રચુડે કહ્યું કે, વ્યભિચાર એ લગ્ન સંબંધ તોડવાનું એક માત્ર કરણ ન હોઇ શકે તેના માટે અન્ય ઘણા કારણો જવાબદાર હોય જો કે ઘણા બધા કેસમાં વ્યભિચાર માટે પુરૂષોને જ જવાબદાર માનવામાં આવે છે પ્રેમ અને આકર્ષણને કારણે માત્ર પુરૂષો આ માટે જવાબદાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.