Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટમાં ટાગોર રોડ પર આવેલ મારૂતી સુઝુકીના શો રૂમમાં મોડીરાતના સમયે ભીષણ આગ લાગ્યાની ઘટના બની હતી બનાવની જાણ ફાઈટર વિભાગને એ ડીવઝિનને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરની 3 ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાંલીધી હતી.

કારનાં શો રૂમમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગની ટીમને થતા ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

જેથી આગ કાબુમાં આવી જતા કોઈ જાનહાની થઈ ન હતી અને આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હાવેનું હાલ તારણ લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે શો રૂમમાં ડીસ્પલે કરવામાં આવેલ ત્રણ કારમાં પણ કોઈ નુકશાની થઈ ન હતી અને શો રૂમનાં એલિવેશનમાં જ આગ લાગી હોવાથી માત્ર તેજ એરીયામાં નુકશાન થયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.