Abtak Media Google News

Table of Contents

રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન શહેરનાં એક સુવિખ્યાત ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયના થવાનાં છે. ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટેલ ઉમેદભવન પેલેસ ખાતે કરાયું છે. ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જય  ઉકાણીના મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ જીવાણીની પુત્રી હેમાંશી સાથે થનાર લગ્નના સમારંભની આજથી શાહી શરૂઆત થઈ ગઈ છે.

લગ્નના બીજા દિવસે મંડપ મુહૂર્ત બાદ આજે સાંજે રોયલ રજવાડી સ્ટાઇલમાં બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક સોનેરી પડદાના કલાકરો પર્ફોર્મન્સ કરશે.આ શાહી લગ્નની શરુયાત શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય ઉકાણી અને પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા, જ્યાં પહોંચતાં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રજવાડી લગ્નમાં સામેલ થનાર મહેમાનોનું સ્વાગત એક અલગ અંદાજમાં જ કરવામાં આવ્યુંમ છે. પ્રથમ પતિયાલા બેન્ડ અને પછી રોયલ નગારા અને બ્યુગલથી આગતા સ્વાગતા કરવામાં આવી છે. પેલેસની અંદર રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબાની રમઝટ બોલી છે.

Whatsapp Image 2021 11 15 At 3.24.24 Pm 1

 

Lagna લકઝરીથી લથબથ એવાં આ લગ્ન ઠેઠ રાજસ્થાનનાં જોધપુર ખાતે થઈ રહ્યું છે. તેથી આ લગ્ન માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં ક્ધયા-વર પક્ષનાં મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.

આ પણ વાંચો:
ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર “જય”ના જોધપુરની હોટલમાં શાહીલગ્ન,જુઓ રજવાડી કંકોત્રી 

ગઈકાલે બપોરે 3 કલાક સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી અને બાદમાં સાંજના ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા. શનિવારે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું રજવાડી સ્ટાઇલથી વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી. જ્યારે આજે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાંની એક

જણાવી દઈએ કે હોટલ ઉમેદભવન પેલેસ હાલ તાજ હોટેલ્સ દ્વારા સંચાલિત છે અને તેની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટેલ્સમાં થાય છે. તારીખ 16 નવેમ્બરનાં દિવસે જોધપુર ખાતે યોજાનાર આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બૂક કરી દેવામાં આવ્યા છે. લગ્ન સંભારંભમાં મહેમાનોને 18 હજાર રૂપિયાની થાળી પીરસાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.