Abtak Media Google News

જગવિખ્યાત તરણેતરનો મેળો છે પરંતુ કોરોનાને કારણે મેળો બંધ રહ્યો છે. ધાર્મિક પરંપરા મુજબ શનિવારનાં ચોથનાં દિવસે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવેલ હતું.

પ્રસિદ્ધ કાઠી સમાજની વિહળધામ એવા પાળીયાદ જગ્યાએથી તરણેતર મંદિર ઉપર બાવન ગજની ધજા પરંપરાગત ચોથનાં દિવસે ચડે છે ત્યારે આજે જગ્યાના મહંત નિર્મળાબા અને તેમના અનુયાયીઓ સાથે ધજા લઇને તરણેતર આવતા ઢોલ નગારાનાં તાલે સ્વાગત કરાયેલ. ધાર્મિક વિધિ વિધાન સાથે ધજાની પુજનવિધિ બાદ શુભ મુહૂર્તમાં જય વિહળનાથ, ત્રિનેત્રેશ્વર મહાદેવનાં જયઘોષ સાથે ધ્વજારોહણ  વિધિ સંપન્ન કરવામાં આવેલ. વગર મેળાએ મંદિર પટાંગણમાં મેળા જેવો માહોલ જામેલો હતો અને નાનકડું એવું તરણેતર ગામ અને વર્ષોથી આવનાર માણીગરો આજે તરણેતર ખાતે ચહેરા પર માસ્ક લગાવી ઉમટી પડેલ હતા.

અનેક લોકો ભરત ભરેલી મેળાનો આઇકોન બનેલ છત્રી અને પરંપરાગત વેશભૂષા ધારણ કરી પધારેલ હતા. ગ્રામ્ય મહિલા અને પુરુષોએ મંદિર મેદાનમાં દેશી ઢોલનાં તાલે રાસ રમીને વર્ષોની જે પરંપરા ચાલી આવે છે તે જાળવી રાખેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.